અમદાવાદ : ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીના વલણની વાત કરીએ તો ભાજપ હાલ પોતાના જ તમામ નહી પરંતુ સમગ્ર ગુજરાતના રેકોર્ડ તોડવા તરફ અગ્રેસર છે. ખામ થિયરી હેઠળ ગુજરાતમાં માધવસિંહે 149 સીટો કબજે કરી હતી. 1985 મા બનેલો આ રેકોર્ડ ક્યારે પણ તુટી શક્યો નથી. આ રેકોર્ડ આજે પણ કોઇ તોડી શક્યું નથી.
ADVERTISEMENT
2002 ના તોફાનો સમયે પણ માધવસિંહનો રેકોર્ડ નહોતો તુટ્યો
ગુજરાતમાં 2002 ના તોફાનો સમયે જ્યારે હિન્દુત્વ તરફી વલણ જોવા મળ્યું હતું ત્યારે પણ પીએમ મોદી તે સમયે રેકોર્ડ તોડી શક્યા નહોતા. 127 નો જાદુઇ આંકડા સુધી પહોંચી શક્યું હતું. જો કે આ વખતે જે પરિણામો શરૂઆતી રીતે જોવા મળી રહ્યા છે તે જોતા ભાજપ આ રેકોર્ડ તોડે તેવી શક્યતા નથી. ભુપેન્દ્ર ન માત્ર નરેન્દ્રનો પરંતુ ગુજરાતમાં ઇતિહાસ બનાવવા જઇ રહી છે. 27 વર્ષના સતત શાસન અને એન્ટી ઇન્કમ્બન્સી જેવી આશંકાઓ વચ્ચે ભાજપ ખુબ જ મોટો રેકોર્ડ બનાવવા જઇ રહી છે.
હાલ ભાજપ 151 બેઠકો પર આગળ જોવા મળી રહી છે
ગુજરાત વિધાનસભામાં હાલ ભાજપ 151 બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ માત્ર 17 અને આમ આદમી પાર્ટીના 7 ઉમેદવારો આગળ ચાલી રહી છે. જ્યારે 6 સીટો પર 6 લોકો આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ ખુબ જ મોટો ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે.
ADVERTISEMENT