ભૂજમાં ધો.10માં ઓછા માર્ક્સ આવતા રિઝલ્ય જોયાની 15 મિનિટમાં વિદ્યાર્થીનો આપઘાત, પરિવાર શોકમાં

કૌશિક કાંઠેચા/કચ્છ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ વખતે ધોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યું…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા/કચ્છ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ વખતે ધોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યું છે. બીજી તરફ ઘણા વિદ્યાર્થીઓને ધાર્યા મુજબ પરિક્ષામાં માર્ક્સ નથી મળ્યા. એવામાં ભૂજમાં ધો.10ના એક વિદ્યાર્થીએ સારા માર્ક્સ ન આવતા આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે.

ભુજની જૂની રાવલ વાડીમાં રહેતા 17 વર્ષના કિશોર હર્ષદકુમાર મહેશ્વરીએ ધો.10ની પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા પરિણામમાં હર્ષદને ધાર્યા મુજબ માર્ક્સ નહોતા મળ્યા. એવામાં આજે સવારે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામને જોયા પછી 15 જ મિનિટમાં તેણે પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

હર્ષિતના પરિવારજનોનું કેહવું છે કે, હર્ષિતે પરીક્ષાને લઈને ખૂબ જ મેહનત કરી હતી. પરંતુ આજે સવારે જ્યારે 10માં ધોરણનું રીઝલ્ટ આવતા તેને પોતાના માર્કસ ઓનલાઇન ચેક કરતા તે પાસ તો થઈ ગયો પણ તેને ઓછા માર્કસ આવતા તે હતાશ થઈને પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ઉલ્લેખનીય છે કે હર્ષિતને ધોરણ 10માં C1 ગ્રેડ અને 49.54 પર્સેન્ટાઈલ પરિણામ આવ્યું હતું.

    follow whatsapp