કચ્છ : ડ્રગ્સની મોટી હેરફેર માટે કચ્છના દરિયાઇ વિસ્તારમાં અનેક નિષ્ફળ પ્રયત્ન થયા પરંતુ હવે છુટક ડ્રગ્સ હેરફેરના કિસ્સાઓ પણ કચ્છમાં સામે આવી રહ્યા છે. ધીરે ધીરે ગુજરાત અને કાસ કરીને કચ્છમાં ગુજરાતના ઘણા જીલ્લાઓમાં એમ.ડી ડ્રગ્સના જથ્થા સહિત તેને બનાવતી ફેક્ટરી ઝડપાઇ રહી છે. ત્યારે સરહદીય કચ્છ સુધી તેનુ નેટવર્ક ફેલાયુ છે.
ADVERTISEMENT
ભુજ SOG એ ખત્રી તળાવ નજીકથી માતા-પુત્ર તથા મહિલા સાથે લીવઇનમાં રહેતા શખ્સ સહિત 3 વ્યક્તિઓની 7.79 લાખના એમ.ડ઼ી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. પ્રાથમીક તપાસમાં ઝડપેયાલ ભુરૂભા ખેતુભા સોઢા, લિલાવંતી પ્રાગજી ચૌહાણ તથા તેના પુત્ર શેરૂભા વિપુલસિંહ ચૌહાણને આ જથ્થો રાજસ્થાનથી કોઇ આપી ગયાનુ સામે આવ્યું છે.
જો કે ભુજમાં આ જથ્થો કોને આપવાનો હતો તે અંગે કોઇ માહિતી સામે આવી નથી. જથ્થો મોકલનાર તથા લેનાર બંનેની કડી મેળવવા પોલીસે ઝડપાયેલા આરોપીઓના રીમાન્ડ મેળવ્યા છે. જેની તપાસમાં કચ્છમાં તેના નેટવર્ક વિશે વધુ જાણી શકાય અને તેના થકી સમગ્ર ચેઇનનો પણ ઉઘાડી પાડી શકાય તેમ છે.
ADVERTISEMENT