કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છમાં બેફામ દોડતા માલવાહક વાહનોના કારણે જીવલેણ અકસ્માતની ઘટનાઓ લગાતાર બની રહી છે. હજુ ગત સપ્તાહે જ ભુજના પાલારા જેલ નજીક ત્રિપલ અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોનો ભોગ લેવાયો હોવાની ઘટના તાજી છે, ત્યાં આજે ફરી ભુજના માનકુવા નજીક ટ્રક હડફેટે બાઈક સવાર બે યુવકોના કરુણ મોત નીપજ્યાં છે. ભુજ તાલુકાના નગીયારી ગામના બે યુવકોના મોત થતા ભુજ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બન્ને હતભાગી યુવકોના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા જ્યાં વહીવટી પ્રક્રિયા બાદ યુવકોના મૃતદેહ પરિવારને સોંપમવામાં આવ્યા છે. આ અંગેની વિધિવત ફરિયાદ યુવકોની દફનવિધિ બાદ કરવામાં આવશે એવું માનકુવા પોલીસે જણાવ્યું હતું.
ADVERTISEMENT
IPL 2023, GT vs MI Qualifier 2 Live Scores: શુભમને ઉડાડ્યા રોહિતના હોશ, 233 રનનો વિશાળ સ્કોર
માલવાહક વાહનો બેફામ
આજે શુક્રવાર સવારે 11. 17 વાગ્યાના અરસામાં માનકુવા પાસેના ધોરીમાર્ગ પર ભૂમિ પેટ્રોલ પમ્પ સામે ટ્રક હડફેટે બાઈક ચઢી જતા બાઈક પર સવાર ભુજના નાગીયારી ગામના 20 વર્ષીય ઈલિયાસ રફીક પાયા અને 21 વર્ષીય આલ્ફાઝ અલ્લારખા બાફળાનું ગંભીર પ્રકારની ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું. આ અંગેની વિધિવત ફરિયાદ હવે નોંધાશે હાલ પ્રાથમિક માહિતીના આધારે અકસ્માતે મોતની રાહે તપાસ હાથ ધરવામાં આવી છે. અલબત્ત હતભાગી નવયુવાનોના મૃતદેહને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમના પરિજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં બેફામ દોડતા માલવાહક વાહનોના કારણે સર્જાતા અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ લેવાઈ રહ્યા છે.
ADVERTISEMENT