ભુજઃ તંત્રએ માત્ર નાના ધંધાર્થીઓના દબાણ હટાવી સંતોષ માન્યો, મોટા-માથાઓ સામે ‘નતમસ્તક’?

કૌશિક કાંટેચા.કચ્છઃ ભુજ તાલુકાના કુકમા ગામે દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પધ્ધર પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારી અને ગ્રામજનોની હાજરીમાં દબાણ દૂર કરવામાં…

ભુજઃ તંત્રએ માત્ર નાના ધંધાર્થીઓના દબાણ હટાવી સંતોષ માન્યો, મોટા-માથાઓ સામે 'નતમસ્તક'?

ભુજઃ તંત્રએ માત્ર નાના ધંધાર્થીઓના દબાણ હટાવી સંતોષ માન્યો, મોટા-માથાઓ સામે 'નતમસ્તક'?

follow google news

કૌશિક કાંટેચા.કચ્છઃ ભુજ તાલુકાના કુકમા ગામે દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પધ્ધર પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારી અને ગ્રામજનોની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ભુજ તાલુકાના કુકમા ગામે લાંબા સમય બાદ આજે દબાણ હટાવ ઝુંબેશ ચલાવીને નાના ધંધાર્થીઓ પર તંત્રએ સુરાતન બતાવ્યું હોય તેમ મોટા માથાઓને છાવરી નાના લારી ગલ્લા વાળાઓના દબાણો દૂર કરી સંતોષ માની લીધો હતો.

યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિનીને ગળે લગાવીને પછી ગોળી મારી દીધી, પોતે પણ આત્મહત્યા કરી લીધી

કામગીરી બતાવી વાહવાહી લૂંટવાનો ઉઠ્યો સૂર
રાજયમાં વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવવાની ઝુંબેશની વાત કરવામાં આવે તો મોટા દબાણને નજર અંદાજ કરી કુકમા ગામે માત્ર કાચા અને નાના દબાણ હટાવવામાં આવતા લોકોમાં ભારોભાર નારાજગી પ્રવર્તી હતી. ભુજ તાલુકામાં મોટા ભાગે મસમોટા પાકા દબાણો થઈ ગયા છે છતાં નાના ધંધાર્થીઓ પર તંત્ર કામગીરી બતાવી માત્ર વાહવાહી કરી રહ્યા હોવાનો લોકોમાં સૂર ઉઠવા પામ્યો છે. આજે દબાણ હટાવવા કુકમા ગામે ફક્ત નાના રેકડી ધારક તેમજ કેબિન ધારકના દબાણ દૂર કરી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રીએ સંતોષ માન્યો હતો. આ મામલે કુકમા પંચાયતની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, હવે તંત્ર દ્વારા મોટા દબાણ હટાવશે કે સલામ બજાવી રાખશે તે જોવું રહ્યું !

    follow whatsapp