IND vs PAK World Cup Match: ભારત અને પાકિસ્તાનની મેચ આજે રમાવાની છે. તે પરિસ્થિતિ વચ્ચે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે આપેલા નિવેદનથી ચર્ચા જાગી છે. તેમણે પોતાના નિવેદન દ્વારા રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે અનુરોધ કર્યો છે અને દુશ્મન દેશ પાકિસ્તાન સામેની મેચ ન રમવા કહ્યું છે. ભાવનગરના યુવરાજે કહ્યું કે, હું મારા સાથી દેશના પુરુષો અને સ્ત્રીઓના દંભને સમજી શકતો નથી. જેઓ તેમની અનુકૂળતા મુજબ રાષ્ટ્રવાદની ધૂન પર નાચે છે અને ભૂમિના શહીદો, તેમજ તેમના બલિદાનને ખૂબ જ સરળતાથી ભૂલી જાય છે.
ADVERTISEMENT
ભાવનગરના યુવરાજે ભારત-પાક મેચ પર શું કહ્યું?
જ્યારે એક તરફ લોકો કહે છે કે અમે આ ભૂમિ માટે અમારો જીવ આપીએ છીએ. પરંતુ અમારા દુશ્મન પાકિસ્તાન સામે જે યુવાનોના લોહી અને સૈનિકોને ગુમાવ્યા છે તે ભૂલી જાય છે. પોતાના અંગત અભિપ્રાયમાં યુવરાજે કહ્યું કે, દુશ્મન દેશ સાથે મનોરંજન માટે આવી મેચ યોજાવી ન જોઈએ. ખરેખર તો પાકિસ્તાનીઓને આપણી માતૃભૂમિમાં પ્રવેશવાની મનાઈ હોવી જોઈએ. BCCI દ્વારા મેચ યોજાઇ રહી છે ત્યારે શહીદોના પરિવારોને તેમના દ્વારા કયા મોઢે જવાબ આપી શકાશે?
AAPના ધારાસભ્યએ પણ વિરોધ કર્યો હતો
નોંધનીય છે કે, આ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાતી મેચનો વિરોધ કર્યો હતો. AAP MLA ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે, છેલ્લા 11 વર્ષથી ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ સંબંધ રહ્યા છે. ગુજરાતમાં પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં ફાઈવ સ્ટાર હોટલમાં છે. ત્યારે જે પાકિસ્તાને હજારો શહીદોનો જીવ લીધા, શહીદનું લોહી રેડાયું છે, જેમાં ગુજરાતના પણ ઘણા લોકોનું લોહી વેરાયું છે. એક પણ દિવસ એવો નથી જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા જવાનોનો જીવ ન લીધો હોય. એક પણ દિવસ એવો નહીં હોય જ્યારે પાકિસ્તાની આતંકી ભારતમાં ન ઘુસ્યા હોય. આમ આદમી પાર્ટી ભારત-પાકિસ્તાન મેચને રદ કરવાની માગણી કરે છે.
ADVERTISEMENT