ભાવનગરઃ હાર્ટ એટેકના કારણે જીંદગીની છેલ્લી પરેડ કરી મહિલા કોન્સ્ટેબલે આંખો મીચી

ભાવનગરઃ હાર્ટ એટેક છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના યુવાન વર્ગ માટે ચિંતાનો વિષય બનતો જાય છે. ખાણીપીણીથી લઈને ઘણી બાબતો છે જે હાર્ટ એટેકને સીધી અસર…

gujarattak
follow google news

ભાવનગરઃ હાર્ટ એટેક છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના યુવાન વર્ગ માટે ચિંતાનો વિષય બનતો જાય છે. ખાણીપીણીથી લઈને ઘણી બાબતો છે જે હાર્ટ એટેકને સીધી અસર કરે છે. ત્યારે હાલમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ બની રહી છે. રમત રમતા, જીમ, લગ્નમાં નાચ, ગરબા, પાર્કિંગમાં શાંતિથી બેસી રહેતા અને ચાલુ વાહને પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે ભાવનગરથી પણ એક કરુણ ઘટના સામે આવી છે જેમાં એક મહિલા કોન્સ્ટેબલ માટે હાર્ટ એટેકને કારણે જીવનની છેલ્લી પરેડ બની ગઈ હતી. મહિલા કોન્સ્ટેબલનું હૃદય બેસી જતા તેમનું મૃત્યુ થયું છે.

વડનગરમાં ડુપ્લીકેટ આધારકાર્ડનું કૌભાંડઃ ડમી સીમ કાર્ડ બનાવ્યા, ડબ્બા ટ્રેડર્સને બખ્ખા

પરિવાર અને પોલીસબેડામાં શોક

ભાવનગરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કવિતા બારૈયા આજે પરેડમાં ગયા હતા. પરેડમાંથી ઘરે ઘયા પછી મહિલા કોન્સ્ટેબલ કવિતા બારૈયાને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને પરિવારે તુરંત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જોકે તેમનું જીવન બચી શક્યું ન્હોતું. પરેડ તેમના જીવનની છેલ્લી પરેડ બની હતી અને અંતે તેમણે હંમેશ માટે આંખો મીચી લીધી હતી. તેમના અચાનક થયેલા અવસાનને લઈને ના માત્ર પરિવાર પણ મિત્રો અને પોલીસબેડામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.

જે પોલીસ સાથી સાથે હમણાં જ તેમણે પરેડ કરી હતી તે હવે આ દુનિયામાં નથી તે જાણીને પોલીસબેડામાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. સ્વભાવે ખુશાલ રહેતા કવિતા બારૈયાનું યુવા વયે અને અચાનક અવસાન થતા પરિવાર માટે પણ આ ઘટના વજ્રઘાત સમાન હતી.

    follow whatsapp