ભાવનગરમાં જર્જરિત મેડિકલ કોલેજ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે, 1200 વિદ્યાર્થીઓના જીવને જોખમ

ભાવનગર: રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગો પડવાની ઘટનાઓ વચ્ચે જામનગરમાં સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થઈ જતા 1250 જેટલા મેડિકલ સ્ટુડન્ટ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા…

gujarattak
follow google news

ભાવનગર: રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગો પડવાની ઘટનાઓ વચ્ચે જામનગરમાં સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થઈ જતા 1250 જેટલા મેડિકલ સ્ટુડન્ટ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. મેડિકલ કોલેજની બિલ્ડિંગ જોખમી હોવાનો રિપોર્ટ PIU વિભાગ અને બે ખાનગી એજન્સીઓના સ્ટ્રક્ટર સ્ટેબિલિટી રિપોર્ટમાં સામે આવ્યું હોવા છતાં સરકારના પેટનું પાણી હલી રહ્યું નથી. ખાસ વાત એ છે કે બિલ્ડિંગને વપરાશની શરૂઆત કર્યાને 21 વર્ષ થયા છે, ત્યારે આટલા સમયમાં બિલ્ડિંગના છતમાંથી પોપડા ખરી રહ્યા છે.

સરકારી મેડિકલ કોલેજની આ બિલ્ડિંગને ખાનગી અને સરકારી એજન્સીઓએ બે વર્ષ પહેલા જ જોખમી હોવાનું જાહેર કરી દીધું છે અને તેનો વપરાશ ન કરવા કહેવાયું છે. જોકે કોલેજ પાસે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના 1250 જેટલા વિદ્યાર્થીઓ, તબીબી શિક્ષકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.

સરકારી મેડિકલ કોલેજની 5 માળની બિલ્ડિંગમાં જ્યાં જુઓ ત્યાં મોટી મોટી તિરાડો દેખાય છે. છત પરથી પોપડા ખરી રહ્યા છે અને સળિયા પણ બહાર આવી ગયા છે. આટલું મોટું જોખમ સ્પષ્ટ દેખાતું હોવા છતાં પણ કોલેજ દ્વારા અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. ત્યારે સવાલ એ થાય છે કે, જો બિલ્ડિંગમાં કોઈ જીવલેણ દુર્ઘટના બની તો જવાબદાર કોણ?

    follow whatsapp