ભાવનગરઃ સ્ટ્રોંગ રૂમના સીલ બાબતે ઉમેદવારે વ્યક્ત કરી શંકા, કલેક્ટરે જાણો શું કહ્યું

ભાવનગરઃ ભાવનગરમાં વિવિધ બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પુરુ થયું છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન તરફ દિવસો આગળ વધી રહ્યા છે. જોકે…

gujarattak
follow google news

ભાવનગરઃ ભાવનગરમાં વિવિધ બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પુરુ થયું છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન તરફ દિવસો આગળ વધી રહ્યા છે. જોકે પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે જેને હજુ થોડા વધુ દિવસો બાકી છે. આ દરમિયાન સુધીમાં સતત રાજકીય નેતાઓ, કાર્યકરો અને પક્ષોની નજર પ્રથમ તબક્કામાં ઈવીએમમાં કેદ થયેલા પોતાના ભાવી પર છે. તેઓ સતત સ્ટ્રોંગ રૂમ પર નજર માંડીને બેઠા છે. ગારિયાધાર બેઠકના ઉમેદવારે સ્ટ્રોંગ રુમના સીલ બાબતે શંકા વ્યક્ત કરી હતી. જોકે કલેક્ટરે કહ્યું હતું કે 2 કલાક વીડિયો ગ્રાફી કરાઈ રહી છે. સુરક્ષા અખંડિત છે.

સીલ ચાવીથી ખુલી શકે તેવુંઃ ઉમેદવારના ગંભીર આરોપ
ભાવનગરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ મુકવામાં આવ્યા છે અને અહીં સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ગારિયાદાર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડા દ્વારા સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને શંકા વ્યક્ત કરાઈ હતી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે સ્ટ્રોંગ રૂમને લગાવવામાં આવેલું સીલ એવી રીતે લગાવાયું છે કે તેને ચાવીથી ખોલી શકાય. જેને પગલે કલેક્ટર ડી કે પારેખે કહ્યું હતું કે, સ્ટ્રોંગ રુમની સુરક્ષા અખંડીત છે. 24 કલાક વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. હથિયાર બંધ સુરક્ષા કર્મચારીઓ સતત ત્યાં તહેનાત છે. સુરક્ષામાં કોઈપણ પ્રકારની ખામી રાખવામાં આવી નથી. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ સુરક્ષાઓ ત્યાં રાખવામાં આવી છે. આવી કોઈ અફવાઓમાં દોરાવું નહીં.
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp