અમદાવાદ : રાજ્યમાં ભ્રસ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવે છે. પોતાની વગનો ગેરઉપયોગ કરી અનેક અધિકારીઓ પૈસા ઉઘરાવતા હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં GSRTCના વિભાગીય નિયામક અશોક પરમારને લાંચ લેતા રંગેહાથ ACBએ ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
હેરાનગતિ ના કરવા માંગી લાંચ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ભાવનગરના ડિવિઝનલ કન્ટ્રોલર પોતાના સરકારી બંગલામાં 50 હજાર રુપિયાની લાંચ લેતા રંગેહાથ ACBએ ઝડપી પાડ્યો છે. અશોક પરમાર નામના આ એસ.ટી. વિભાગના અધિકારીને તેમન ઘરે જ લાંચની રકમ સ્વીકારી તે સાથે જ ACB તેમના પર ત્રાટકી હતી. લીધેલી લાંચની રકમ સાથે અશોક પરમારને રંગેહાથ ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી ટ્રાવેલ્સને મહુવા અને પાલીતાણા રૂટ પર ચલાવવા લાંચની માંગણી કરવામાં આવી હતી. રુટ પર ચાલતી ખાનગી બસોને એસટી વિભાગ દ્વારા કોઈ હેરાનગતિ ના કરવા બદલ આરોપી દર મહિને 50 હજાર રુપિયાનો હપ્તો લેતા હતા. આ મામલે તેમની સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ થતાં અધિકારીને ઝડપી લેવા માટે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
લાંચ સાથે રંગેહાથ ઝડપાયો
એસ.ટી. વિભાગના કર્મચારી દ્વારા સત્તાનો દૂરઉપયોગ કરી અને મહુવા પાલિતાણા રૂપ પર ખાનગી બસ ચલાવવા માટે લાંચની માંગણી કરી હતી. આ મામલે ACBને ફરિયાદ કરવામાં આવી હતી. અશોક પરમારને ઝડપી લેવા માટે ખાનગી ટ્રાવેલ્સના વ્યક્તિને 50 હજાર રુપિયા કેશ સાથે તેમના સરકારી બંગલા પર મોકલવામાં આવ્યા હતા. રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું. જેમાં 12 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે થયેલી કાર્યવાહીમાં આરોપી તેમના સરકારી નિવાસ સ્થાનેથી લાંચની રકમ સ્વીકારીને પોતાના ખિસ્સામાં મુકી તે સાથે જ ACBની ટીમ તેમના પર ત્રાટકી હતી. અશોક પરમારને લાંચની સ્વીકારેલી રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો .
વિથ ઈનપુટ, નીતિન ગોહેલ: ભાવનગર
ADVERTISEMENT