ભાવનગરની શાળાનો કાળો કાયદો, વિદ્યાર્થીને ઢોર માર મારી પકડાવી દીધું લિવીંગ સર્ટીફીકેટ

નીતિન ગોહિલ,ભાવનગર:  શહેરનાં વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને ચોરીના આરોપ સાથે મારવામાં આવતા વિદ્યાર્થીને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.  તેમના…

gujarattak
follow google news

નીતિન ગોહિલ,ભાવનગર:  શહેરનાં વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને ચોરીના આરોપ સાથે મારવામાં આવતા વિદ્યાર્થીને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.  તેમના પરિવારજનો આક્ષેપ કરાયો છે કે વિદ્યાર્થીએ ચોરી કરી ન હોવા છતાં ચોરી કબુલાવવા માટે ઢોર માર મારવામાં આવ્યો છે. આ સાથે લિવીંગ સર્ટીફીકેટ આપી દેતા બાળકનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાયું

ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉદ્યોગ શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતા ભાવેશભાઈ રવજીભાઈ દામાણી નામનો વિદ્યાર્થી ને અંધ ઉદ્યોગ શાળાના સંચાલકો દ્વારા ઢોર માર્યો હોવાના આક્ષેપ સાથે આ વિદ્યાર્થીને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે શાળામાં ચોરી થઈ હોય અને તે બાબતે ભાવેશને રૂમમાં પૂરી પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો તેમજ તે અંગેની જાણ પણ તેના પરિવારજનોને કરવામાં ન આવી. બાદમાં શાળા દ્વારા તેમના વાલીને ફોન કરીને જણાવવામાં આવ્યું કે તમારા બાળકે શાળામાં ચોરી કરી છે. તેમને એલસી આપી દીધું છે. જેથી તમે હવે તેને લઈ જાવ.

મામલો પહોંચ્યો પોલીસ મથકે 
આ મામલે બાળકના પરિવારના સભ્યો ત્યાં જતા બાળકની કફોડી હાલત જોઈ અને તેને તાત્કાલિક સારવાર માટે સર.ટી હોસ્પિટલ લઈ ગયા હતા. જે અંગે વિદ્યાર્થીના વાલી દ્વારા ભાવનગર નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાળકને લઈ જાવ નહીંતર મારી નાંખશે
વિધ્યાર્થીના માસીએ આ બાબતે જણાવ્યું કે, બધા ભાઈબંધ ભાઈબંધ બાંધતા હશે. ચોરી બીજે કરી છે અને નામ મારા ભાણિયાનું આવ્યુ છે. સ્કૂલ માંથી ફોન આવ્યો કે ભાવેશે ચોરી છે અને તેને લઈ જાવ.તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. વિધ્યાથીઓએ માર્યો છે. સતત ત્રણ કલાક સુધી માર માર્યો છે. પ્રિન્સિપાલે માર મારવાની કોઈ વાત કરી ન હતી. તેમના મિત્રનો ફોન આવ્યો કે તમે લેવા નહીં આવો નહીંતર તમારા દિકરાને મારી નાંખશે. શાળા પર પહોંચીને વાલીો જોયુ તો તેમનું બાળક માર મારવાને કારણે પીડાથી કણસતુ હતું.

    follow whatsapp