Bhavnagar News: સ્કૂલથી બાળકનું અપહરણ, ક્રુરતાની હદ- માથું, હાથ સહિતના અંગો કાપી નાખ્યા

Bhavnagar News: ભાવનગરમાં ગુનાખોરી તો રોજીંદી વાત બનતી જાય છે. જોકે અહીં તળાજામાં એક એવી ઘટના બની છે કે જેમાં એક બાળકની હત્યા કરી દેવામાં…

gujarattak
follow google news

Bhavnagar News: ભાવનગરમાં ગુનાખોરી તો રોજીંદી વાત બનતી જાય છે. જોકે અહીં તળાજામાં એક એવી ઘટના બની છે કે જેમાં એક બાળકની હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાએ અહીં ક્રુરતાની તો હદ વટાવી દીધી હતી. હત્યા એટલી ક્રુર હતી કે તેને જોતા ભલભલાના હૃદયમાં કંપારી છૂટી જાય. જેને પગલે અહીં પોલીસને શંકા છે કે હત્યા નીપજાવનાર વ્યક્તિ કોઈ નજીકની કે જાણીતી હોવી જોઈએ. જોકે પોલીસ અહીં તમામ પ્રકારના પાસાઓ પર તપાસ કરી રહી છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને ફોરેન્સીક પુરાવા પણ એકત્ર કરવાના પ્રયાસો આરંભી દીધા છે.

શરૂઆતમાં બાળક કિડનેપ થયાની મળી ફરિયાદ

બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર મૂળ જાગધાર ગામના અને તળાજા તાલુકાનાં મણાર ગામે મજૂરી કામ કરતા મનસુખભાઈ નારણભાઈ મકવાણા ઉંમર વર્ષ 24 એ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પોતાને બે બાળકો છે જેમાં મોટો દિકરો અમિત જેની ઉંમર વર્ષ 7 છે અને બીજો નાનો દીકરો જય ઉંમર વર્ષ 5 છે. જે હજુ ભણતો નથી પરંતુ મોટા દિકરા અમિત સાથે સ્કૂલે જાય છે. તેઓ સ્કૂલે જવા નીકળ્યો પરંતુ સ્કૂલે પહોંચ્યો ન હતો અને તેમની સ્કૂલ બેગ તળાવની પાળ પાસેથી મળી આવી હતી. સાંજ સુધી સુધી ભાળ મળી નહીં આવતા આસપાસના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ જય નામના બાળકની ક્યાંય ભાળ નહીં મળતા કોઈક અજાણ્યો ઈસમ તેમનું અપહરણ કરી અને લઈ ગયો હોવાની શંકા છે. અલંગ પોલીસે ફરિયાદ નોંધી હતી અને તેઓએ પોલીસને બાળકના દેખાવ, કદ કાઠીનું વર્ણન પણ જણાવ્યું હતું.

Harsh Sanghavi Body Guard: હર્ષ સંઘવીના બોર્ડી ગાર્ડે MLAનું બાવળું પકડી ખેંચ્યા તો…

શોધખોળ વખતે મળ્યું બાળકનું માથું

દરમિયાનમાં ગત રાત્રીથી ભારે શોધખોળ બાદ આજે બાળકનું માથું, હાથના કટકા મળી આવ્યા હતા. આ ટુકડા તળાજાના મણાર ગામેથી ગુમ થયેવલા બાળકના હોવાનું સામે આવ્યું હતું. નદીવાળા વિસ્તારમાંથી અવાવરુ જગ્યા પરથી બાળકના શરીરના ટુકડા મળી આવ્યા હતા. આ વાત સામે આવતા લોકોના મોટી સંખ્યામાં ટોળા સ્થળ પર આવી પહોંચ્યા હતા. પાંચ વર્ષના બાળકની ટુકડા કરીને ક્રુરતાથી હત્યા કરી દેવાઈ હોવાની વાત સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બાળકના પિતાને તળાવ નજીકથી બાળકનું સ્કૂલ બેગ મળી આવ્યું હતું. પણ તેની સાથે આટલી ક્રુરતા થશે તેનો તેમને અંદાજ પણ ન્હોતો. મણાર ગામની નજીકથી જ તેનું માથું અને અન્ય અવશેષો વિખેરાયેલી હાલતમાં મળ્યા હતા.

    follow whatsapp