ભાવનગરઃ ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં એક સોસાયટીમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા મકાનના દાદરા આજે રવિવારે અચાનક તૂટી ગયા હતા. અકસ્માતમાં જોકે કોઈ જાનહાનીની જાણકારી મળી નીથી. જેના કારણે સહુએ રાહતનો દમ લીધો છે. પરંતુ આ ઘટનામાં ઉપરના માળે ઘણા લોકો હતા. જ્યારે આ મામલાની જાણ થતા ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું. તેમણે લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.
ADVERTISEMENT
‘ભાજપે દેશને OBC વડાપ્રધાન આપ્યા’- અમિત શાહે અમદાવાદમાં આ શું કહ્યું
અધિકારીઓની ઉદાસીનતા
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા કૈલાસ હાઉસિંગ સોસાયટીમાં મકાનના દાદરાનો ભાગ ધરાશાયી થયો હતો. હાઉસિંગ બોર્ડના ત્રણ માળના મકાનની સીડીઓ પડી ગઈ હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 10 વર્ષથી આ મકાન જર્જરિત અવસ્થામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બનતા જ તેની માહિતી ફાયર વિભાગને કરવામમાં આવી હતી. ફાયર વિભાગે તુરંત અહીં સ્થળ પર આવીને લોકોના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. જેમાં 6 વ્યક્તિને રેસ્ક્યૂ કરી લેવાયા હતા. અનેક વખત હાઉસિંગના મકાનોમાં દૂર્ઘટનાઓ થતી હોવા છતા અધિકારીઓ દ્વારા તેને રિનોવેટ કરવામાં આવી રહ્યા નથી કે પછી કોઈ કાર્યવાહી થઈ રહી નથી. અહીં જ્યારે મોટા નાના ઘણા લોકોના જીવ જોખમમાં હોય ત્યારે આવી ઉદાસીનતા ધરાવતા અધિકારીઓ ખાલી ખુરશી પર કેવી રીતે શોભાયમાન થાય તે એક પ્રશ્ન છે.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT