ભાવનગરઃ વરસાદમાં ન્હાવા જતા અગાસીની છત તૂટી, બે બાળકો લોહી લુહાણ

ભાવનગરઃ હાલમાં જ જામનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનોનો એક ભાગ તૂટી પડતા બાળક, સગર્ભા મહિલા ત્રણ જીંદગીઓ તેમાં હોમાઈ ગઈ, જર્જરિત ઈમારતોને કારણે ઘણી જીંદગીઓ પર…

gujarattak
follow google news

ભાવનગરઃ હાલમાં જ જામનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનોનો એક ભાગ તૂટી પડતા બાળક, સગર્ભા મહિલા ત્રણ જીંદગીઓ તેમાં હોમાઈ ગઈ, જર્જરિત ઈમારતોને કારણે ઘણી જીંદગીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે ભાવનગરનું તંત્ર પણ જાણે કે આવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આજે જ એક ઘટનાાં બે બાળકોના જીવ જતા રહી ગયા છે. હાલમાં ભાવનગરના ગાયત્રીનગર પાસેની અમરદીપ સોસાસયટીમાં છતનો ભાગ તૂટી પડતા બે બાળકો ગંભીર રીતે ઈજા પામ્યા છે.

વધુ એક વખત છત પડવાની ઘટના બની
ભાવનગર શહેરના ગાયત્રીનગર અમરદીપ સોસાયટીમાં ફરી એક વખત હાઉસિંગ બોર્ડની છત પડવાની ઘટના બની છે. અચાનક જ હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયામાં છત પડી જતા બે બાળકોને ઈજા થઈ છે. આ ઘટનામાં હિમાંશી પ્રજાપતિ અને આદિત્ય પ્રજાપતિ બંને ભાઈ બહેનને ઈજા પહોંચી છે.

સુરતના ઓલપાડમાં ડીજેના તાલ સાથે નીકળી અંતિમયાત્રા- Video

ઘટના તંત્ર માટે ખતરાની ઘંટી સમાન
બંને ભાઈ બહેન હાલમાં સીઝનનો પહેલા દિવસોનો વરસાદ હોઈ વરસાદમાં ન્હાવાની મજા માણવા માગતા હતા. તેઓ તે માટે વરસાદમાં અગાસીમાં નાહવા માટે ગયા હતા. એ દરમિયાન અગાસીની છત તૂટતા જતા બનાવ બન્યો હતો. જેના કારણે બંને બાળકો લોહી લુહાણ થયા છે. હાલ બંનેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જો હજી પણ હાઉસિંગ બોર્ડનું સુતેલું તંત્ર જાગશે નહીં તો કોઈ મોટી જાનહાની થશે તે નક્કી છે.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp