Bhavnagar News: ભાવનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પિતાએ પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન કરવા યુવાન દીકરીને વૃદ્ધ સાથે પરણાવી દીધી અને વૃદ્ધની દીકરી સાથે પોતે લગ્ન કરી લીધા. જોકે દીકરીએ વૃદ્ધને તરછોડી અન્ય યુવક સાથે રહેવાનું શરૂ કર્યું અને જમાઈ-સસરા વચ્ચે ઝઘડો થતા બંનેએ એકબીજાના માથા ફોડી નાખ્યા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો.
ADVERTISEMENT
દીકરીના પ્રેમીને પિતાએ માથામાં ઈંટ મારી
મીડિયા વિગતો મુજબ, તળાજા તાલુકાના પીથલપુર ગામના વતની 66 વર્ષના અરવિંદભાઈ ચિત્રોડા અને ભાવનગરના વડલા ધોબીઘાટ ખાતે રહેતા નરેશ ડોડિયાને લોહીલુહાણ હાલતમાં તળાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ સુધી વાત પહોંચતા પોલીસ ત્યાં પહોંચી હતી અને ઘટના અંગે પૂછપરછ કરતા અરવિંદ ચિત્રોડાએ જણાવ્યું કે, દીકરી અને તેનો પ્રેમી નરેશ મારી સામે જ લાજ શરમ રાખતા નથી. આથી મેં ઉશ્કેરાઈને જમાઈ નરેશને ઈંટ મારી હતી. સામે તેણે પણ મારા માથામાં ઈંટ મારી.
દીકરીએ પોલીસને જણાવી પિતાની કાળી કરતૂત
બીજી તરફ વૃદ્ધની દીકરીએ જણાવ્યું કે, માતાના અવસાન બાદ પિતાએ અન્ય વ્યક્તિની દીકરી સાથે લગ્ન કરવા માટે તેને કહ્યું ‘તમે મને તમારી યુવાન દીકરી આપો, હું મારી યુવાન દીકરી તમને પરણાવું’. આમ સગી દીકરીને અન્ય વૃદ્ધ સાથે પરણાવી દીધી હતી. અહીં તે થોડો સમય રહી અને બાદમાં તેની અન્ય વ્યક્તિ સાથે આંખ મળી જતા લગ્ન કરી લીધા હતા. પરંતુ પ્રેમી દારૂ પીને તેની સાથે મારપીટ કરતો હોવાથી તેનો નરેશ ડોડિયા સાથે પ્રેમ સંબંધ બન્યા અને બંને સાથે પતિ અને પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. જોકે નરેશ અને મહિલાના પિતા વચ્ચે ઝઘડો થતા સાટા પ્રથામાં પિતાએ દીકરીના કરી નાખેલા લગ્નની વાત બહાર આવી હતી. બીજી તરફ પિતા જે યુવતીને લગ્ન કરીને લાવ્યા હતા તે પણ અન્ય પુરુષને પરણી ગઈ હતી.
ADVERTISEMENT