ભાવનગર: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક પલટી મારી જતા મોટી દર્ઘટના સર્જાઇ છે. અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરીને જઇ રહેલું આઇસર ટ્રક ટાયર ફાટતા પલટી મારી ગયું. ઘાસચારો ભરેલા આઇસર ટ્રકમાં ઘાસચારા પર 15 જેટલા મજૂરો સવાર હતા. ટ્રક પલટી મારી જતાં ટ્રકમાં સવાર તમામ લોકો નિચે દટાયા હતા. જેમાંથી 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ તાબડતોબ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા આવ્યો છે. ત્યારે આકસ્માતની ઘટનાને લઈ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.લોકોએ તાત્કાલિક ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરી હતી,
આ પણ વાંચો: જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ હસમુખ પટેલે કર્યું મહત્વનું ટ્વિટ, જાણો શું છે અપડેટ
મૃત્યુઆંક વધવાની સંભાવના
ઘટનાની જાણ થતાં જ હાલ 108 સહિત પોલસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે.આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT