Sunil Ojha Death: ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહારના સહ પ્રભારી સુનિલ ઓઝાનું દિલ્હીમાં આજે વહેલી સવારે નિધન થઈ ગયું. પૂર્વ ધારાસભ્યને દિલ્હીના નિવાસસ્થાને હાર્ટ એટેક આવ્યો હતો. સુનિલ ઓઝા ભાવનગર પૂર્વના ધારાસભ્ય હતા અને તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા. અચાનક ભાજપના દિગ્ગજ નેતાના નિધનથી ભાજપ બેડામાં શોક છવાઈ ગયો છે.
ADVERTISEMENT
આવતીકાલે કાશીમાં અંતિમ સંસ્કાર
પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ ધારાસભ્ય તેમના પાર્થિવ દેહને આજે દિલ્હીથી કાશી તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે. જ્યાં આવતી કાલે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
1998માં ભાવનગર પશ્ચિમ સીટથી ચૂંટણી જીત્યા
સુનિલ ઓઝાનું થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશથી બિહાર ટ્રાન્સફર થયું હતું, તેઓ ઉત્તર પ્રદેશના સહ પ્રભારી હતી અને બાદમાં તેમને બિહારમાં ભાજપના સહ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. સુનિલ ઓઝા મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના રહેવાસી હતા અને PM નરેન્દ્ર મોદીના નજીકના નેતાઓમાંથી એક ગણાતા હતા. તેઓ 1998માં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
ADVERTISEMENT