ભાવનગર : સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ડમીકાંડ મુદ્દે ભાવનગર પોલીસ દ્વારા વધારે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ મુદ્દે ઝડપાયેલા આરોપીઓની સંખ્યા હવે 6 થઇ ચુકી છે. આશ્ચર્યજનક બાબત છે કે, ભાવનગર પોલીસે આજે કરાઇ પોલીસ એકેડેમીમાં દરોડો પાડ્યો હતો. જેમાંથી PSI ની ટ્રેનિંગ લઇ રહેલા એક યુવકને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત ભાવનગરની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા યુવકને પણ ઝડપી લીધો છે.
ADVERTISEMENT
PSI તરીકે ટ્રેનિંગ લઇ રહેલા યુવકની અટકાયત
PSI તરીકે ટ્રેનિંગ કરી રહેલા યુવકે ભાવનગરના એક યુવક માટે ડમી તરીકે પરીક્ષામાં હાજરી આપી હતી જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હાલ તો બંન્ને યુવકોની પુછપરછ હાથ ધરી છે. આ બંન્નેની પુછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. ભાવનગર પોલીસે આજે જે આરોપીઓની અટકાયત કરી તેમાં એકનું નામ સંજય પંડ્યા છે. સંજય પંડ્યા નામનો આ યુવક હાલ ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે તાલીમ લઇ રહ્યો છે. જ્યારે અક્ષર બારૈયા નામનો યુવક ભાવનગરની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યો છે. 2021 માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આયોજીત થઇ હતી. જેમાં અક્ષર બારૈયા નામના યુવકના બદલે સંજય પંડ્યાએ ડમી પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અક્ષર બારૈયા પાસ પણ થયો અને તેને પોસ્ટિંગ પણ મળી ગયું હતું.
યુવરાજસિંહે સરકારને તપાસ કરવા માટે ફરજ પાડી
અત્રે ઉલ્લેખનીય છે કે, ડમી કાંડ અંગે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યા બાદ સરકારને તપાસ કરવાની ફરજ પડી હતી. આ અગાઉ ભાવનગર પોલીસ દ્વારા આ મુદ્દે શરદકુમાર, પ્રકાશ કરસનદાસ દવે, બળદેવ રાઠો અને પ્રદીપ નંદલાલ બારૈયા નામના ચાર શખ્સોની અગાઉ જ ધરપકડ કરવામાં આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડમીકાંડમાં ભાવનગર પોલીસે 36 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જેપૈકી અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. જો કે હજી સુધી 6 આરોપીઓ ઝડપાયા છે. જ્યારે 30 આરોપીઓ ઝડપાવાના હજી પણ બાકી છે.
તપાસ માટે SIT અને એટીએસને ઉતારવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે SIT ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ATS ને પણ તપાસ સોંપવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં 1 પીઆઇ, 8 પીએસઆઇ, એલસીબી, એસઓજીની ટીમના ચુનંદા અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. હાલ આ કાંડ મુદ્દે તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2011 થી જ કોલલેટર અને આધારકાર્ડમાં ચેડા કરીને વિદ્યાર્થીના બદલે બીજા હોશિયાર વિદ્યાર્થીને બેસાડીને પરીક્ષા પાસ કરાવવાની ગેરેન્ટી આપતા હતા.
ADVERTISEMENT