ભાવનગરઃ ભાવનગરમાં રખડતા ઢોર, કુતરાઓનો આતંક એટલો મચ્યો છે કે એ ફક્ત મહાનગર પાલિકા અને તેને લગતા અન્ય તંત્રને છોડીને ઘણા લોકોએ અુભવ્યું છે. ઘણા પરિવારોને રડતાં આંસુ ખુટતા નથી તેવી પણ હાલત થઈ છે. પરંતુ આ આંસુઓની આંચ તંત્ર સુધી કેમ પહોંચાડવી તેનો કોઈ રસ્તો કોઈને સૂજી રહ્યો નથી. લોકો આવી અનેક બેજવાબદારીઓના ભોગ બની રહ્યા છે અને આ જ કારણ છે કે તંત્ર પર હંમેશા માત્ર પગાર અને કટકી લેવામાં ઉસ્તાદ હોવાના આરોપ લાગ્યા છે. પ્રામાણીક કર્માચારી-અધિકારીઓની છબીને ધૂળ ધાણી કરી નાખતા આવા ઉસ્તાદોને કારણે આજે વધુ એક ભોગ લેવાયો હોવાનું જોઈ શકાય છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીને જેના કારણે સરકારી ઘર ખાલી કરવું પડ્યું તે પૂર્ણેશ મોદી સહિત ઘણાએ નથી
સારવાર દરમિયાન 4 સંતાનોની માતાએ જીવ છોડ્યો
ભાવનગર જિલ્લાના જેસર દેપલા ગામે રખડતા કુતરાંનો આતંક મચ્યો છે. જેના કારણે એક મહિલાનો ભોગ પણ લેવાયો છે. દેપલા ગામે હડકાયા કુતરાએ મહિલાને ગાલ પર અને શરીર પર જોરદાર બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બે દિવસ પહેલા 34 વર્ષના પુનમબેન ગોવિંદભાઈઆ ગીડ પર હડકાયા કુતરાએ હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તુરંત સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.
પુનમબેન 4 સંતાનોની માતા હતા. તેમના અચાનક મૃત્યુથી આ ચારેય સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. રખડતા ઢોર અને કુતરાઓના આતંકને કારણે હવે ગામના લોકો ગુસ્સે ભરાયા છે. સરપંચે આ અંગે કુતરાનો આતંક ગામમાંથી દૂર કરવાની માગ કરી છે.
(ઈનપુટ, નીતિન ગોહિલ, ભાવનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT