ભાવનગરઃ જીવનું જોખમ છતા લોકો નથી છોડી રહ્યા જર્જરિત ઘર, તંત્રએ લીધો આવો નિર્ણય

ભાવનગરઃ માણસને ખબર છે કે માથે મોત છે, ના માત્ર પોતાને પણ પોતાના પરિવારના જીવને જોખમ છે છતા જર્જરિત મકાનને છોડવા તૈયાર નથી આવું કેમ?…

gujarattak
follow google news

ભાવનગરઃ માણસને ખબર છે કે માથે મોત છે, ના માત્ર પોતાને પણ પોતાના પરિવારના જીવને જોખમ છે છતા જર્જરિત મકાનને છોડવા તૈયાર નથી આવું કેમ? શું કોઈ મજબુરી છે કે પછી તંત્રનું નાક દબાવવાનું કોઈ પ્લાનીંગ? સતત વિવિધ પાસાઓ પર ઊભા થતા સવાલોના ધમાસાણ વચ્ચે આખરે જોવા જઈએ તો જીંદગી અમૂલ્ય છે તે માની શકાય પણ અહીં ભાવનગરમાં જર્જરિત મકાનો જીવને જોખમ ઊભું કરશે તેવી તંત્ર દ્વારા અપાયેલી અગમચેતીને પણ લોકો કોરાણે મુકી મકાન છોડતા નથી. તંત્ર આ જર્જરિત મકાન પડે અને કોઈ જાનહાની થાય નહીં તે માટે લોકોને અહીંથી ખસી જવા કહે છે પણ કોઈ જતું નથી આખરે ભાવનગરના તંત્રએ આ વિસ્તારના ગટર અને પાણીના કનેક્શન કાપી નાખવાનો આકરો નિર્ણય કર્યો છે.

MICRON ટેક્નોલોજી સાથે GUJARAT સરકારના મહત્વના MoU, રોકાણ-નોકરીઓનો વરસાદ

જર્જરિત ઈમારત અંગે કરાઈ તાકીદ પણ…
ભાવનગરના ભરતનગરની આ વાત છે જ્યાં મહાનગર પાલિકા દ્વારા અહીંના નળ અને ગટરના કનેક્શન કાપી નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભરતનગર વિસ્તારમાં આવેલી કૈલાશનગર સોસાયટીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે. આ કાર્યવાહી આ જ હાઉસિંગ બોર્ડના મકાનોને લઈને કરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેમજ મહાનગર પાલિકા દ્વારા આ ઈમારતો જર્જરિત હોઈ મકાનો ખાલી કરવા લોકોને તાકીદ કરી હતી. જોકે આમ છતા પણ લોકો દ્વારા મકાનો ખાલી કરાયા નથી. એક તરફ હાલમાં વરસાદની સીઝન છે અને તેમાં પણ જો કોઈ જર્જરિત ઈમારત ધસી પડે તો તંત્રના માથે પણ એટલો જ મોટો પહાડ પડે તેમ છે. જોકે છતા અહીંના લોકો જીવના જોખમે પણ અહીં વસાવટ કરી રહ્યા હતા. જેને લઈને મહાનગરપાલિકા દ્વારા નળ અને ગટરના કનેક્શન કાપી મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp