ભાવનગરઃ ભાવનગરમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને મામલે વિદ્યાર્થીઓનું મોટું ટોળું આજે મોડી સાંજે પોલીસ મથકને ઘેરી વળ્યું હતું. વિદ્યાર્થીઓ અહીં પોલીસ ફરિયાદ થાય તેવી માગણી લઈને આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ આ મામલામાં ફરિયાદ દાખલ કરવાને લઈને મક્કમતા દર્શાવી હતી. મોડી સાંજ સુધી વિદ્યાર્થીઓના ટોળાઓ ભેગા થયા હતા.
ADVERTISEMENT
HINDUJA ગ્રુપના ચેરમેન શ્રીચંદ પરમાનંદનું 87 વર્ષની વયે નિધન, લંડનમાં લીધા અંતિમ શ્વાસ
PGના વિદ્યાર્થીએ UGના વિદ્યાર્થી સાથે આચર્યું કૃત્ય
ભાવનગર મેડિકલ કોલેજમાં યુજીના વિદ્યાર્થી સાથે ત્યાંના જ પીજીના વિદ્યાર્થી દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે આજે વિદ્યાર્થીઓમાં મોટી નારાજગી જોવા મળી રહી હતી. આ કારણે વિદ્યાર્થીઓની મોટી સંખ્યા નિલમબાગ પોલીસ મથકે આવી પહોંચી હતી. વિદ્યાર્થીઓના ટોળાઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવે જ તેવી મક્કમતા દર્શાવાઈ હતી. અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ ફરિયાદની માગને લઈને આવી પહોંચી હતી. સ્ટુડન્ટ્સ દ્વારા પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT