ભાવનગરઃ ભાવનગરના ઘોઘરોડ પર આવેલા ગેરકાયદે મકાનોને નોટિસના મામલામાં મનપામાં 400 લોકો રજૂઆત કરવા ગયા હતા. જેમાંથી 4 લોકોની તબીયત અચાનક બગડી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. એક વ્યક્તિનો જીવ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમની હાલત બગડી હતી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાલ હતા.
ADVERTISEMENT
ત્રણ મહિલાઓની ગંભીર હાલત
ભાવનગરના ઘોઘરોડ પર આવેલા 140 મકાનોને ગેરકાયદે બાંધકામને મામલે કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલાને લઈને આ પરિવારોના 400થી વધુ લોકો રજૂઆત કરવા માટે મનપાની કચેરી પર પહોંચ્યા હતા. જોકે રજૂઆત કરવા આવેલાઓ પૈકીના 4 વ્યક્તિની હાલત લથડી પડી હતી. હાલત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ઘટનામાં એક પુરુષનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ મહિલાઓની હાલત ગંભીર જણાતા તેમની સારવાર હોસ્પિટલમાં હાથ ધરાઈ હતી. દરમિયાન એક વ્યક્તિના મૃત્યુને પગલે લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે.
હાર્દિક માટે આજનો દિવસ સૌથી લકી, હાર્દિક જ્યારે ફાઇનલમાં રમ્યો ત્યારે જીત્યો છે
એક વ્યક્તિનું મોત થતા મફતનગર વિસ્તારમાં રહેતા લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. તમામ લોકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ યુસુફ આમદભાઈ ડેરૈયા હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT