નીતિન ગોહિલ/ભાવનગર: જૂનાગઢ બાદ હવે ભાવનગરમાં કોમ્પલેક્ષનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તખતેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા માધવહીલ કોમ્પલેક્ષના પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. બે માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 17 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે 15 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. માહિતી મુજબ હજુ પણ 3 લોકો ફસાયેલા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં બચાવ અને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
ધરાશાયી થયેલા બિલ્ડિંગના આગળના ભાગમાં બેઝમેન્ટમાં આવેલી અનેક દુકાનો દટાઈ ગઈ હતી. જેમાં કેટલાક લોકો પણ દબાઈ ગયા હતા. 108ની ટીમ, ફાયર વિભાગ, પોલીસ કમિશનર કાફલા સાથે ઘટનાસ્થળ પર હાજર છે અને 4 જેટલા JCB દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દુર્ઘટનામાં BOB બેંક સહિત 10 જેટલી દુકાનો દબાઈ ગઈ છે.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું, ભાવનગરમાં એક કૉમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા અને કાટમાળમાં ફસાયાના ચિંતાજનક સમચાર મળેલ છે . મહાનગર પાલિકાઓ ખુબજ મોટા કર લે છે પરંતુ પોતાની જવાબદારી યોગ્ય રીતે વહન કરતી નથી . માત્ર નોટિસ આપી બેસી રહેવાથી મહાનગર પાલિકા જવાબદારીથી છટકી ના શકે . લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકારની છે .
ADVERTISEMENT