Rajasthan Bus Accident: રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ગુજરાતીઓ યાત્રાળુઓની બસને બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત નડ્યો હતો. અહીં ટ્રકની ટક્કરના કારણે બસમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ADVERTISEMENT
હાઈવે પર બસ ખરાબ થતા ઊભી રખાઈ હતી
મળતી માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. જયપુર-આગ્રા હાઈવે પર નદબઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને તેને ઠીક કરવાનો પ્રયાસ શરૂ કર્યો. ત્યારે પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી.
11 લોકોના સ્થળ પર જ મોત
પોલીસનું કહેવું છે કે, આ અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી
પોલીસે જણાવ્યું કે, આ બસ ગુજરાતના ભાવનગરથી જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી. આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો. મૃત્યુ પામેલાઓમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષો હતા. તમામ મુસાફરોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ 11 લોકોને મૃત જાહેર કર્યા. 20 જેટલા ગંભીર રીતે ઘાયલોની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT