ભાવનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જ્યા તેઓએ ભાવનગરના રોડ શો દરમિયાન કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ભાવનગર આવવામાં થોડો મોડો જરૂર પડ્યો છું પરંતુ આવ્યો છું તો ભેટ લઇને જ આવ્યો છું. અહીં તેમણે વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ તો કર્યા જ હતા સાથે સાથે એક મહત્વની જાહેરાત પણ કરી હતી. પીએમએ 6626 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહર્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ધોલેરામાં સેમીકન્ડક્ટરનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે. તેનો ભાવનગરને ખુબ જ લાભ મળશે.
ADVERTISEMENT
તાઇવાનની કંપની ધોલેરામાં કરશે રોકાણ
હાલમાં જ તાઇવાનની ફોક્સકોન અને વેદાન્તા કંપનીએ સેમીકન્ડક્ટર ક્ષેત્ર રાજ્યમાં 1.50 લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાને સંબોધનમાં સૌપ્રથમ ભાવનગરના લોકોને નવરાત્રિની શુભકામના પાઠવી હતી. તેમણે સંબોધન દરમિયાન કહ્યું હતુ કે, રીજનલ સાયન્સ સેન્ટર સ્થાપવાની શિક્ષણ અને સંસ્કૃતિના શહેર તરીકેની પોતાની ઓળખને વધારે મજબુત બનાવી શકશે. ત્રણ એલએનજી છે. ગુજરાત તેમાંય પહેલું હતું. સેંકડો કોસ્ટલ ઇન્ડસ્ટ્રીઝ ડેવપલ કરી છે. માછીમારો ફિશિંગ હાર્બર બનાવાયા હતા. તેઓ નિરંતર વિસ્તાર અને આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે.
રિન્યુએબલ એનર્જીનું હબ બની રહ્યું છે સૌરાષ્ટ્ર
ગુજરાતમાં કોસ્ટલાઇન રિન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન અંગે પણ કામ કરી રહી છે. સૌરાષ્ટ્રને ઉર્જાનું મહત્વનું કેન્દ્ર બનવાનો પ્રયાસ કરે છે. ધોલેરામાં જે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ આવી રહ્યો છે. જેનો લાભ ભાવનગરને મળશે. જે પ્રોજેક્ટ માટે 1.50 લાખ કરોડનું રોકાણ કરાશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે અનેક પોર્ટ વિકસિત કર્યા છે. આજે ગુજરાતના દરિયા કિનારે અનેક પાવર પ્લાન્ટ છે. ગુજરાત સમગ્ર દેશને ઉર્જા પહોંચાડે છે. ઘોઘા-દહેજ રોરો ફેરી શરૂ કરીને લોકોને મુશ્કેલી દુર કરે છે. 40 લાખ લિટર પેટ્રોલ ડીઝલની બચત થઇ છે. લોથલ જેવું ઐતિહાસિક પોર્ટ પણ ગુજરાતમાં છે.
ADVERTISEMENT