Bhavnagar News: ભાવનગરમાં શાળામાં અપાતા મધ્યાહ્ન ભોજનમાં ભેળસેળના મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળામાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ આવ્યા છે. મનપાની શાળામાં આશે 22 હજાર વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયું હોવાનો ખુલાસો થયો છે. જે બાદ ભાવનગર અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ભાવનગર મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
57 જેટલી સ્કૂલોમાં અક્ષયપાત્રએ ભોજન આપ્યું
વિગતો મુજબ, ભાવનગરમાં 57 જેટલી મહાનગર પાલિકા સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં વપરાતા ખાદ્યતેલમાં નમૂના ફેલ થયા છે. બાળકોને ભેળસેળયુક્ત તેલમાં બનેલું ભોજન પીરસાયાનો ખુલાસો થયો છે. મનપાની શાળામાં અક્ષયપાત્ર નામની સંસ્થાને મધ્યાહન ભોજન બનાવવાનું કામ સોંપાયું હતું. ભેળસેળ સામે આવ્યા બાદ હવે રૂ.10 હજારનો દંડ અક્ષયપાત્ર સંસ્થાને ફટકારવામાં આવ્યો છે. જ્યારે અંબાજા એક્સપોર્ટ લિમિટેડને 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
વર્ષ બાદ કરાઈ સંસ્થા સામે કાર્યવાહી
ચોંકાવનારી બાબત એ છે કે મનપાના ફુડ વિભાગ દ્વારા 2022માં શાળાઓમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે 1 વર્ષ બાદ મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા છતા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આટલો સમય શા માટે લગાડવામાં આવ્યો. શું અક્ષયપાત્ર સંસ્થા વિરુદ્ધ હજુ કડક કાર્યવાહી કરાશે કે માત્ર સામાન્ય દંડથી જ મનપા સંતોષ માનશે.
ADVERTISEMENT
![follow whatsapp](/assets/icons/followWhatsApp.png)