અમદાવાદ કબૂતરબાજી કેસઃ ભરત ઉર્ફે બોબીના ખાસે SMCના PI પર મોટો તોડનો કર્યો આક્ષેપ

અમદાવાદઃ અમદાવાદના કબૂતરબાજી કૌભાંડમાં સ્ટેટ મોનિયરિંગ સેલના પીઆઈ પર લાખોનો તોડ કરવાના આક્ષેપો થયા છે. અમદાવાદના શાહપુરમાં રહેતા ભાવેશ પરમાર નામના યુવક દ્વારા એસએમસીના પીઆઈ…

અમદાવાદ કબૂતરબાજી કેસઃ ભરત ઉર્ફે બોબીના ખાસે SMCના PI પર મોટો તોડનો કર્યો આક્ષેપ

અમદાવાદ કબૂતરબાજી કેસઃ ભરત ઉર્ફે બોબીના ખાસે SMCના PI પર મોટો તોડનો કર્યો આક્ષેપ

follow google news

અમદાવાદઃ અમદાવાદના કબૂતરબાજી કૌભાંડમાં સ્ટેટ મોનિયરિંગ સેલના પીઆઈ પર લાખોનો તોડ કરવાના આક્ષેપો થયા છે. અમદાવાદના શાહપુરમાં રહેતા ભાવેશ પરમાર નામના યુવક દ્વારા એસએમસીના પીઆઈ ધવલ શિમ્મપી પર 5 લાખનો તોડ કરવાના આરોપ લગાવ્યા છે. કેસમાં જેટલા પાસપોર્ટ હાથ લાગ્યા છે તેમને કેસમાં ફિટ કરવાનો દમ લગાવીને રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવ્યા છે.

ધવલ શિમ્પીએ પોલીસ ભવન નજીક રાહ જોવા કહ્યું- ભાવેશ પરમાર
શાહપુરનો યુવક ભાવેશ પરમાર કબૂતરબાજીના કૌભાંડના આરોપી ભરત પટેલ ઉર્ફે બોબીનો ખાસ માણસ હોવાનું સામે આવ્યું છે. યુવકે પીઆઈ સામે પગલા લેવાની માગ કરી છે. ઉપરાંત તેણે ગત 27મી એપ્રિલે ગૃહ વિભાગ, સીએમઓ, ડીજીપી કચેરી તેમજ લાંચ રુશવત વિરોધી બ્યૂરોને પણ અરજી કરી છે. તેનું કહેવું છે કે ધવલ શિમ્પી દ્વારા ગત 14 ડિસેમ્બર 2022એ તેની પાસેથી 5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. અરજીમાં તેણે કહ્યું કે, બોબી તેનો મિત્ર હતો, એસએમસી દ્વારા તેની ધરપકડ કરાઈ ત્યારે તેની પાર્ટનર સાથે તે એસએમસીની ઓફિસે ગયો હતો. મીટિંગ પછી પીઆઈ ધવલ શિમ્પીએ તેને ગાંધીનગર પોલીસ ભવન નજીક તેમની રાહ જોવાનું કહ્યું હતું.

ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ દિવસ દરમિયાન ક્યાં કેવું વાતાવરણ- Videos

તેણે અરજીમાં આ અંગે જાણકારી આપતા કહ્યું છે કે, પોતાની પત્નીનો પાસપોર્ટ પણ પોલીસને બોબી પાસેથી મળ્યો હતો. તેા 5 લાખ માગ્યા હતા. તેની પત્નીનો પાસપોર્ટ બોબી માટે કામ કરતા રવિન્દ્ર પટેલ નામના વ્યક્તિને આપ્યો હતો. જોકે પીઆઈએ તેને ધમકાવીને જેમના પાસપોર્ટ બોબી પાસેથી મળ્યા છે તે તમામને કેસમાં ફિટ કરાશે તેવું કહ્યું હોવાનો તેણે આરોપ લગાવ્યો છે. સાથે જ તેણે કહ્યું કે જો પોતાનું નામ ના આવવા દેવું હોય તો પછી તેના રૂ. 5 લાખ આપવા પડશે.

ભાવેશને ધરપકડની હતી બીક
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ડિસેમ્બર મહિનામાં પીઆઈ દ્વારા બોબી અને અન્ય 17 સામે પાસપોર્ટ એક્ટ ઉપરાંત નકલી દસ્તાવેજો, ઠગાઈ વગેરે મામલાઓમાં ફરિયાદ નોંધાતા ધવલ શિમ્પીએ ભાવેશને ઘણી વખત નિવેદન નોંધાવા બોલાવ્યો હતો. જોકે ભાવેશને બીક હતી કે પોલીસ તેની ધરપકડ કરી લેશે. જેના કારણે ભાવેશ ફરાર થઈ ગયો હતો. હવે ભાવેશે પીઆઈ સામે અરજી કરીને વ્હોટએપ કોલ્સના સ્ક્રિનશોટ પણ તેમાં અટેચ કર્યા છે. આપને જણાવી દઈએ કે પીઆઈ જે એચ દહિયા પર મોટો તોડ કર્યાના આરોપ મુકાતા આ જ કેસમાં સસ્પેન્ડ પણ કરાયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp