સુરતઃ સુરત અવર-જવર માટે અતિ મહત્વનો એવો ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ગોલ્ડન બ્રિજ પર હાલ કોઈના પણ પ્રવેશ માટે પ્રતિબંધિત છે. જેની સામે હવે નર્મદા મૈયા બ્રિજનો લોકોને ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે દેશના સૌથી 7 જોખમી બ્રિજમાં ગોલ્ડન બ્રિજને સમાવાયો હતો. ગોલ્ડન બ્રિજ બંધ થતા હવે ટ્રાફિકની સમસ્યા વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
નવા આદેશ થાય નહીં ત્યાં સુધી બંધ રહેશે બ્રિજ
નર્મદા નદી પર બનેલો ભરૂચની ઐતિહાસિક ઓળક એવો 143 વર્ષ જુનો ગોલ્ડન બ્રિજ હવે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં કોઈને પણ અવરજવર માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કલેક્ટરના આદેશને પગલે હવે આ બ્રિજ બંધ કરીને નર્મદા મૈયા બ્રિજનો લોકોને ઉપયોગ કરવા તાકીદ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજને લઈને કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામામાં કહેવાયું છે કે આ બ્રિજની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે. બ્રિજને સમાંતર નવા ફોર લેન નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી આપવામાં આવતા તેને 2021થી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. જેને પગલે છૂટા છવાયા વાહનો અહીં ગોલ્ડન બ્રિજ પરથી પસાર થતા હતા.
અંતિમ સંસ્કાર સાથે કરજો, છેલ્લી સેલ્ફી સાથે લીધી બાળકોને ઝેર આપી પતિ-પત્નીએ ફાંસો ખાધો
પણ હવે આ બ્રિજનું નિરિક્ષણ કરનારા ઈજનેરો સિવાય બ્રિજ પરથી કોઈને પણ અવરજવર કરવાને લઈને પ્રતિબંધ આપવામાં આવ્યો છે. જોકે કલેક્ટર તુષાર સુમેરાના જાહેરનામામાં એવું પણ કહેવાયું છે કે બ્રિજને લઈને અન્ય હુકમ કરવામાં ના આવે ત્યાં સુધી બ્રિજ પર વાહનો કે લોકોની અરવજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે.
ADVERTISEMENT