Bharuch Accident: ભરૂચમાં ગુરુવારે મોડી રાત્રે દયાદરા-કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા 4 યુવકોના અકાળે કરુણ મોત નિપજ્યા હતા. આ મામલે હવે ટ્રક ચાલકની મોટી બેદરકારી સામે આવતા પોલીસે ટ્રક ચાલક સામે લાપરવાહીથી વાહન હંકારવાનો ગુનો નોંધ્યો છે. ગામના એક જ ફળિયાના 4 યુવકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા યુવકો
વિગતો મુજબ, ભરૂચના આમોદના સુડી ગામના યુવાનો નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેમની કારને કેલોદ પાસે ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો હતો કે કારના પતરા ચીરીને યુવાનોના મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા. અકસ્માતની ઘટના બાદ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ, ટ્રક ચાલક સિંગલ ટ્રેક પર રોંગ સાડઈમાં વાહન હંકારી રહ્યો હતો. અકસ્માત સર્જીને ચાલક ટ્રક છોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
19થી 25 વર્ષની વચ્ચેના હતા ચારેય યુવકો
સૂડી ગામના આ ચારેય યુવાનો 19થી 25 વર્ષની ઉંમરના હતા. ચારેય ભરૂચના રવિ રત્ન મોટર્સ અને શો રૂમમાં કામ કરતા હતા અને ઘરે જવા માટે અલ્ટો કારમાં નીકળ્યા હતા. જ્યાં સામેથી આવતા ટ્રક અને અલ્ટો કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માતમાં સ્થળ પર જ ચારેય યુવકોના મોત થયા હતા.
ADVERTISEMENT