Bharuch News: ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો વચ્ચે હવે પોલીસકર્મીઓ જ ક્યારેક દારૂના નશામાં તો ક્યારેક દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે. આ વચ્ચે ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા કરાયેલો વિદેશી મુદ્દામાલનો દારૂ સગેવગે કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના સામે આવ્યા બાદ હવે પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'પાવર નહીં બતાવાનો મુકી દે ફોન', બોપલ પોલીસકર્મીએ યુવતી ભાંડી બેફામ ગાળો, ધમકીની Audio Clip વાયરલ
પોલીસ સ્ટેશનમાં પડેલો જપ્તિનો દારૂ ચોરાયો
વિગતો મુજબ, વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા જગદીશ વસાવા દારૂની હેરાફેરીમાં બુટલેગરને મદદ કરતા હોવાનું સામે આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલની SP દ્વારા તપાસ કરવાની સૂચના અપાઈ હતી. જેમાં ટીમની તપાસમાં આ વિગતો સામે આવી હતી. ફરજ દરમિયાન પોલીસકર્મીએ રૂ.31 લાખની 23,638 બોટલ તબક્કાવાર રીતે સગેવગે કરી નાખ્યો હોવાનું સામે આવ્યું. ત્યારે આ મામલે ગુનો નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Vadodara: ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા જ BJP ઉમેદવાર અને વર્તમાન MP રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા
3 વર્ષથી પોલીસકર્મી સગેવગે કરી રહ્યો હતો દારૂ
પોલીસકર્મીએ 2021થી પોલીસ સ્ટેશનમાં દારૂ સગેવગે કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં 2021માં 1682 દારૂ અને બિયરની બોટલની ઘટ કરી હતી. બાદમાં 2022માં 19,000થી વધુ દારૂની બોટલોની ઘટ કરી અને 2023માં 2700થી વધુ દારૂની બોટલની ઘટ કરી હતી. આમ કુલ મળીને 31 લાખનો દારૂ સગેવગે કર્યું હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. LCBએ હેડ કોન્સ્ટેબલને પકડીને રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.
ADVERTISEMENT