BHARUCH: નર્મદા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહેતી થઈ, ભરૂચના 500થી વધુ લોકોનું સ્થળાંતર

ભરૂચઃ ગુજરાતમાં વરસતા ધોધમાર વરસાદના પગલે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભરૂચ પાસે નર્મદા નદીનું લેવલ અત્યારે…

gujarattak
follow google news

ભરૂચઃ ગુજરાતમાં વરસતા ધોધમાર વરસાદના પગલે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભરૂચ પાસે નર્મદા નદીનું લેવલ અત્યારે 26 ફુટને પાર પહોંચી ગયું છે. એનો અર્થ એ થાય કે હવે નદી ભયજનક સપાટીથી 2 ફૂટ વધુ ઉપર વહી રહી છે. જેથી વડોદરા અને ભરૂચ જિલ્લાના નિંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
ભરૂચ પાસે નિંચાણવાળા વિસ્તારોમાં વસતા 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તેવામાં હવે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પણ 135.91 મીટરને પાર પહોંચી ગઈ છે. વરસાદની આગાહી મુદ્દે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી શકે છે.

નર્મદાના 23 દરવાજા 3 મીટર સુધી ખોલાયા
સરદાર સરોવર નર્મદા ડેમના અત્યારે 23 દરવાજાઓને 3 મીટર સુધી ખોલી દેવાયા છે. વળી ઉપરવાસમાંથી 8 લાખ 66 હજાર ક્યૂસેક પાણીને છોડવામાં આવ્યું છે. જ્યારે નદીની કુલ જાવક 5,62,582 ક્યૂસેકને પાર પહોંચી ગઈ છે. તેવામાં હવે સાંજ સુધી એલર્ટ અપાયું છે કે નર્મદા નદીની સપાટી 28 ફૂટથી વધુ પહોંચી જશે. જેથી નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર
અમદાવાદના અનેક વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. એનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર છે. અત્યારે દરિયાકાંઠે તથા માછીમારોને દરિયો ખેડવા જવા માટેની ના પાડી દેવામાં આવી છે. તો બીજી બાજુ રાજ્યના 81 ટકા ડેમ લગભગ પાણીથી ભરાઈ ગયા છે. જે આમ જોવા જઈએ તો ઘણા સારા પ્રમાણમાં ખાબકેલા વરસાદની નિશાની છે.

With Input- દિગ્વિજય પાઠક અને નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp