Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં આવેલા સારંગપુર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાગૃત નાગરિકે તલવાડીની જમીન પર ગેરકાયદેસર શોપિંગ કોમ્પલેક્ષ ખુલ્યુ હોવાની ફરિયાદ કરી હતી. જેને લઈને જમીન માપણીના અધિકારીઓ સ્થળ પર પહોંચતા ડેપ્યુટી સરપંચે તેમના પર હિંસક હુમલો કર્યો હતો. મારા મારીની આ ઘટના વીડિયો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનામાં અરજદારને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ADVERTISEMENT
જમીન માપણી કરવા જતા ડેપ્યુટી સરપંચની દાદાગીરી
વિગતો મુજબ, અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે પાટિયા શોપિંગ સેન્ટર ઊભું થયું છે. ગામના ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ છે તથા તેમના પત્ની સરપંચ છે. તેમણે ગામના તળાવ પર 11 જેટલી દુકાન બનાવી ભાડુ વસૂલી રહ્યા હોવાનો આરોપ છે. આ બાબતે અક્ષય પટેલ નામના જાગૃત નાગરિકે લેખિતમાં TDOને ફરિયાદ કરી હતી. આથી માપણી અધિકારીઓ તથા તલાટી ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન અક્ષય પટેલ પણ ત્યાં આવતા ડેપ્યુટી સરપંચ ગુસ્સે થઈ ગયા હતા અને ‘મારી જમીન પર કેમ આવ્યા છો?’ કહીને ટેબલ માર્યું હતું. આ બાદ દુકાનમાંથી લોખંડની પાઈપ લઈને અધિકારીઓ પાછળ દોડ્યા હતા.
અરજદાર પર લોખંડની પાઈપથી હુમલો
ડેપ્યુટી સરપંચના હુમલાની આ કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તેઓ જોઈ શકાય છે કે કેવી રીતે પહેલા છુટ્ટુ ટેબલ મારે છે અને આ બાદ લોખંડની પાઈપ લઈને અરજદાર તથા અધિકારીઓને પણ મારે છે અને સ્થળ પરથી માપણી કર્યા વગર જ ભગાડી દે છે.
ADVERTISEMENT