Bharuch: હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ, કારણ અકબંધ

Suicide of Head Constable: ભરૂચથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવા હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

Suicide of Head Constable

કેમ ભરૂચના પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત?

follow google news

Suicide of Head Constable: ભરૂચથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવા હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે હેડ કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. 

હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અશોકભાઈ

મળતી માહિતી અનુસાર, ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અને પરિવાર સાથે સોનેરી મહેલ પોલીસ લાઈનમાં આવેલા ક્વાર્ટરમાં રહેતા અશોકભાઈ કાનાભાઈ બડિયાવદરા આજે પોતાના ક્વાર્ટરમાં આરામ કરતા હતા. આ દરમિયાન તેમના પત્ની બે બાળકીઓને લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે અશોકભાઈ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. 

પોલીસની ટીમ દોડી આવી

જે બાદ તેઓએ બૂમા-બૂમ કરતા આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ ગડરિયા અને પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસની ટીમે મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી હતી.

પરિવારજનોની હાથ ધરી પૂછપરછ

પોલીસને હજુ સુધી હેડ કોન્સ્ટેબલ અશોકભાઈના આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. હાલ પોલીસ દ્વારા તેમના પરિવારજનો અને આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


ઈનપુટઃ ગૌતમ ડોડિયા, ભરૂચ

    follow whatsapp