Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. યુવાનો બાદ હવે બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. ભરૂચમાં 10 વર્ષની બાળકીનું હવે હાર્ટ એટેકથી મોત થઈ ગયું હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આટલી નાની ઉંમરે બાળકીનું હાર્ટ એટેકથી મોત થઈ જતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. હિંમતનગર-વિજાપુર હાઈવે પર પણ હાર્ટ એટેકથી એસ.ટી બસના ડ્રાઈવરનું મોત થઈ ગયું છે.
ADVERTISEMENT
બાળકીને એટેક આવતા પરિવાર હોસ્પિટલ લઈને પહોંચ્યો
ભરૂચના વાલિયાની નિલકમલ સોસાટીમાં રહેતી 10 વર્ષની બાળકી ધોરણ 4માં અભ્યાસ કરી રહી હતી. બાળકીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. એવામાં પરિવાર તેને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ગેસ્ટ્રોની અસર બાદ બાળકીને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.
STના ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવ્યો
બીજી તરફ હવે એસ.ટી બસ ડ્રાઈવરો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. હિંમતનગર-વિજાપુર હાઇવે પર એસટી ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. પાટણથી લુણાવાડા જતી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને ખાડામાં ઉતારી લેતા પેસેન્જરો સુરક્ષિત બચી ગયા હતા. બાદમાં 108 મારફતે ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT