અમરેલીઃ રાજકોટ, અમદાવાદ, સુરતમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમને લઈને ગુજરાતભરમાં એક અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીના સામે હવે વિજ્ઞાન જાથા પડ્યું છે. ત્યાં બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતમાંથી નામી લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે. એક તરફ વિજ્ઞાન જાથાના ચેરમેને કહ્યું કે, તેમના દરબારમાં જ અમારા 50 માણસો બેસી જશે. અમે તેમને કેટલાક સવાલો કરીશું. તેઓ તેના સાચા જવાબ આપી બતાવે. તેમ કહી ધીરેન્દ્ર શાસ્ત્રીના પારખા કરવાના છે ત્યાં બીજી તરફ સાંવરકુંડલાના ભક્તિ બાપુએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ટેકો જાહેર કર્યો છે અને કહ્યું છે કે ધર્મનો પ્રચાર કરવો તો અધિકાર છે.
ADVERTISEMENT
બિહારમાં મળી શકે છે હજારો ટન સોનાનો ભંડાર, ભુસ્તરશાસ્ત્રીઓના ઉચ્ચ અધિકારીઓ કરે છે રાત દિવસ ખોદકામ
રોકી શકાય નહીં, વિરોધ કરવો હિતાવહ નથીઃ ભક્તિ બાપુ
હાલમાં ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને ભારે ઉહાપોહ ચાલી રહ્યો છે. ક્યાંક સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક જાકારો, સતત વિવાદો વચ્ચે ગુજરાત તક દ્વારા પણ સોશ્યલ મીડિયા પર લોકોનો મત જાણવાો પ્રયાસ કરાયો હતો કે શું લોકોને ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો પર ભરોસો છે? તો તેમાં 65.5 ટકા લોકોએ બિલકુલ નનૈયો ભર્યો હતો ત્યાં 23.8 ટકા લોકોને તેમના ચમત્કારો પર વિશ્વાસ હતો. જ્યારે 10.7 ટકા લોકોને ના તો બાબાના ચમત્કાર પર ભરોશો છે ના તેઓ તેનાથી ઈન્કાર કરી રહ્યા છે. આ તરફ બાગેશ્વર ધામથી ગુજરાતમાં આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને સાવરકુંડલાના કથાકાર અને માનવમંદિર આશ્રમના સંત ભક્તિ બાપુએ સમર્થન આપ્યું છે. તેમનં કહેવું છે કે ધર્મનો પ્રચાર કરવો તો દરેકનો અધિકાર છે. ધર્મના પ્રચાર અર્થે આવતા કોઈપણને રોકી શકાય નહીં કે વિરોધ કરવો હિતાવહ નથી.
વિજ્ઞાન જાથા કયા કરશે સવાલો?
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા કહે છે કે, 1 અને 2 જુને રેસકોર્સ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તેમની મંજુરી બંધ કરવી જોઈએ. સનાતન ધર્મની આડમાં હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તે બિલકુલ ગેરબંધારણીય છે. અમે આ દિવસે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાના છીએ. રેલી કરવાના છીએ. અમારા તે દિવસે દરબારમાં જ 50 લોકો બેસી જશે. અને પુછશે કે બાબા કહી દો કે અમારા વિજ્ઞાન જાથાના 50 માણસો તમારા જ દરબારમાં બેઠા છે, તેમના નામ કહી દો? તેમના ખિસ્સામાં શું છે? તેમના ખિસ્સાની નોટના નંબર શું છે? એટીએમના નંબર શું છે? પાનકાર્ડના નંબર શું છે ? તેવી ચેલેન્જ કરીશું. લોકોને માત્ર ફેસ રિડિંગ દ્વારા ગેરમાર્ગે દોરે છે. આવા શખ્સ સામે કાર્યવાહી થવી જોઈએ. વિજ્ઞાન જાથા 32 વર્ષથી કામ કરે છે. અમારા શબ્દકોષમાં ડર ભયનો શબ્દ નથી. લોક દરબાર ચાલુ થાય તે પહેલા પણ જો જાથાની પરીક્ષામાં તે તૈયારી બતાવે તો અમારા આ સવાલોના જવાબો આપી દે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT