ડાકોર : પંજાબના મુખ્યમંત્રીએ આજે ખેડાના ડાકોરમાં રોડ શો આયોજીત કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રોડ શોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ચૂંટણી નજીકમાં છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ પક્ષો પોતાના તમામ પ્રચારકોને ઉતારીને શક્ય તેટલી વધારે બેઠકો કબજે કરવા માંગે છે. રોડશોમાં આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ADVERTISEMENT
પંજાબના મુખ્યમંત્રીના ડાકોર રોડ શોમાં મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડી
ભગવંત માને આપની સરકાર ગુજરાતમાં બની રહી હોવાનો દાવો કર્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ડાકોરમાં રોડ શો કર્યો પરંતુ રણછોડરાયના દર્શન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. દર્શન નો ઇન્કાર કરતા ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે. ભાજપ દ્વારા હિન્દુ વિરોધી પાર્ટી કહીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે સ્થાનિક ભાજપના વિરોધ ઉપરાંત ભાજપે આ અંગે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન પણ શરૂ કર્યું હતું. આમ આદમી પાર્ટી પંજાબના મુખ્યમંત્રીએ ખેડાના તીર્થ સ્થળ ડાકોરમાં રોડ શો કર્યો પરંતુ રણછોડજીના દરબારમાં જવાનો ઇન્કાર કર્યો હતો.
કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં આમ આદમી પાર્ટી લગાવી રહી છે જોર
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ખેડા,આણંદ, નડીયાદ સહિતના વિસ્તારોમાંથી કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પણ આવે છે અને અહીં કોંગ્રેસનો દબદબો છે. તેવામાં આમ આદમી પાર્ટી અહીં સારી પીચ મળશે તે આશાએ આક્રમક પ્રચાર પ્રસાર કરી રહી છે. મોટા પ્રમાણમાં જનસભાઓ, રોડ શોનું આયોજન થઇ રહ્યું છે. જો કે પંજાબના મુખ્યમંત્રીની આ ભુલ આપને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
સરદાર પટેલની પ્રતિમાને પણ નમનનો ઇન્કાર કરી ચુક્યાં છે
અગાઉ નડીયાદના સોજીત્રામાં સરદાર પટેલની પ્રતિમાને નમવાનો ઇન્કાર કરી દીધો હતો. અઝાન માટે રોકાયા બાદ સરદાર પટેલની પ્રતિમાને નમવાનો ઇન્કાર કરતા તે વખતે પણ મુદ્દો બન્યો હતો. જો કે હવે ડાકોરના મંદિરે જવાનો ઇન્કાર કરતા વિપક્ષ દ્વારા તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
(વિથ ઇનપુટ હેતાલી શાહ)
ADVERTISEMENT