Bhadarvi Poonam Update: ગુજરાતમાં આવેલા અંબાજીમાં દેશનાં 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે ત્યારે પાંચમા દિવસે અંબાજી ખાતે માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમના બીજા દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ માતાજીના ભજન ગાયા હતા. જેમાં ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે રાત્રે માઈ ભકતો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ મંગળવારથી શરૂ થયા છે. પ્રથમ દિવસે બોલીવુડના જાણીતા મહિલા સિંગર સાધના સરગમ આવ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં તમામ ગાયક કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદારનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
બીજા દિવસે મોટી સંખ્યામાં આવ્યા લોકો
અંબાજી મહામેળામા હાલમાં રોજના લાખો માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે માઇ ભક્તો માટે કોઇ તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 29 જેટલી કમિટીઓ બનાવેલી છે. અંબાજી ખાતે રાત્રે 8:30 થી રાત્રે 12 સુઘી માઇ ભકતો માટે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો શરુ કરાયા છે. પ્રથમ દિવસે સાધના સરગમ સાથે અન્ય ગાયક કલાકારો જીતુ રાવલ અને ઉમેશ મંડલીયા સહીત બાળાઓ દ્વારા નૃત્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આજે બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજે ભકતો માતાજીના ભજન પર રમઝટ બોલાવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા.
Gujarat Rain: ગુજરાતથી ચોમાસાની થશે અલવિદાઃ જાણો શું કહે છે હવામાન નિષ્ણાંત
અંબાજી ખાતે મહામેળો ચાલી રહ્યો છે અને માઈ ભક્તો દુર દુરથી માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજીના ખેડબ્રહ્મા માર્ગ પર 3 દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે નીતિન બારોટે અને દેવિકા રબારીએ રમઝટ બોલાવી હતી. અજય બારોટ દ્વારા સુંદર એંકરીંગ કર્યું હતું.
ADVERTISEMENT