Bhadarvi Poonam: અંબાજી મંદિર ખાતે રવિવારે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. અમદાવાદથી સોની પરિવાર માતાજીના ઘરેણાંની સાફ કરવા આવે છે. બપોર બાદ અંબાજી મંદિર બંદ રહેશે રાત્રે 9 વાગે આરતી થશે. અહીં ચાલો આપણે જાણીએ ભાદરવી પૂનમના સમાપનના પછીના દિવસે અંબાજીમાં શું થાય છે? જાણો આખો કાર્યક્રમ…
ADVERTISEMENT
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે ત્યારે તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખસંપન્ન રિતે પુર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રક્ષાલન વિધિ રવિવારે યોજાશે તેવી માહીતી મીડિયાને આપવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે દેશભર થી માઈ ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મહામેળા બાદ હવે રવિવારે પ્રક્ષાલન વિધિ યોજાશે, અમદાવાદથી સોની પરીવાર ખાસ આ વિધિમાં માતાજીના સોના ચાંદીના દાગીનાની સાફ સફાઇ કરવા આવે છે.
આખું પરિસર ધોવાશે
અમદાવાદથી વર્ષોથી પ્રક્ષાલન વિધિમાં ખાડિયાનો સોની પરિવાર અંબાજી મંદિર ખાતે મહામેળો પુર્ણ થયા બાદ આવે છે. બપોર બાદ માતાજીના દર્શન બંદ થાય છે અને આ વિધિ શરૂ થાય છે. અંબાજી મંદિર અને આખા પરિસરને પાણીથી ધોવામાં આવે છે. અંબાજી મંદિર ખાતે આ વિધિ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ભટ્ટજી મહારાજની આગેવાનીમાં યોજાય છે. માતાજીની તમામ સવારીઓ, સોના ચાંદીના દાગીનાની સાફ સફાઇ આ વિધિ દરમિયાન કરાય છે જેમાં સોની પરિવાર આવી વિધિમાં ભાગ લે છે. આ દિવસે વિવિધ વીઆઇપી પણ દર્શન કરવા અને વિધિમાં ભાગ લેવા આવે છે.
અખબારી યાદી, દર્શન સમય રવિવાર
દર્શન સવારે :- 7:30 થી 11:30
દર્શન બપોરે :- 12:30 થી :30
રાત્રે આરતી :- 9 વાગે
1/10/2023 થી અંબાજી મંદિરનો દર્શન સમય રાબેતા મુજબ રહેશે
કેમ થાય છે આ વિધિ
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાદરવી મહામેળામાં દર્શન કરવા આવેલા આટલા બધા ભક્તોમાંથી કોઈક ભક્તો દ્વારા પવિત્રતા ન પણ જળવાય તેવું બન્યું હોય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ યોજાય છે.
ADVERTISEMENT