રાજકોટ: રાજકોટમાં પોલીસની નજરથી બચીને ઓનલાઈન સટ્ટો રમાડવા માટે બુકીઓએ હાઈટેક કીમિયો શોધી કઢ્યો. જોકે બુકીઓનો પ્લાન સફળ થાય એ પહેલા જ તેમના મનસુબા પર પોલીસે પાણી ફેરવી દીધી હતું. દેશમાં ચાલી રહેલા IPLની સીઝન વચ્ચે રાજકોટમાં ખાનગી કાફેમાં ચાના કપમાં QR કોડ દ્વારા ઓનલાઈન સટ્ટો રમાડવાની ઘટનાનો પર્દાફાશ થયો છે.
ADVERTISEMENT
કેવી રીતે રમાડાતો ઓનલાઈન સટ્ટો?
સટ્ટાની નવી મોડસ ઓપરન્ડી પર નજર કરીએ તો અહીં ચા પીવાના કપ પર સટ્ટાનો QR કોડ આપવામાં આવે છે. જેના સ્કેન કર્યા બાદ ઓનલાઈન સટ્ટાની લિંક ખુલે છે. આ લિંક ઓપન કરતા મોબાઈલમાં વોટ્સએપનો લોગો દેખાય છે. તેને ક્લિક કરતા જ સામેની વ્યક્તિ સાથે સીધી વાત થાય. સામેની વ્યક્તિ સટ્ટો રમાડવા ID બનાવવાની ઓફર કરે છે તેને સ્વીકારતા જ વ્યક્તિનું એકાઉન્ટ ખુલી જાય અને ગ્રાહક ઓનલાઈન સટ્ટો રમી શકે.
આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોઈ શકે સટ્ટાનું રેકેટ
ઓનલાઈન સટ્ટો રમાડવાની આ તરકીબ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કાફેમાં ચાલતા સટ્ટાના આ ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી નાખ્યો હતો. સટ્ટાકાંડના આ રેકેટમાં હાલ ACPએ ક્રાઈમ બ્રાન્ચના PSIને તપાસ સોંપી છે. ત્યારે પોલીસને આ સમગ્ર રેકેડ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોય તેવી આશંકા છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ રેકેટમાં કેવા પ્રકારના વધુ ખુલાસાઓ થાય છે.
ADVERTISEMENT