રજનીકાંત જોશી.દ્વારકાઃ દ્વારકા આવતા યાત્રાળુઓ બેટ દ્વારકા અવશ્ય દર્શન કરવા જાય છે. બેટ દ્વારકા જવા માટે ઓખાથી લાકડાની બોટમાં બેસીને જાવું પડે છે. વર્ષોથી આ બોટનું ભાડું બોટ માલિકો ઉઘરાવતા હતા પરંતુ આગામી 6.જૂન 2023થી બેટ દ્વારકા જવા માટે યાત્રિકોએ ટિકિટ બારીએથી ટિકિટ લઈને બોટની સફર કરી શક્શે.
ADVERTISEMENT
‘લગ્ન બહુ જલ્દી થશે, તમે શૂટ તૈયાર રાખજો’- વડોદરામાં પોતાના મેરેજ અંગે બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી- Video
બોટમાં લાઇફ જેકેટ પહેરવું ફરજિયાત
બેટ દ્વારકા ખાતે દર્શન કરવા જનારાઓની સંખ્યા નાની સુની નથી. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે. અગાઉ દર્શને આવતા લોકો બોટમાં સવાર થતા ત્યારે બોટ માલિકો દ્વારા જ તેમની પાસેથી રૂપિયા ભાડા પેટે ઉઘરાવાતા હતા. જોકે વધુ ભાડું લેવાના ચક્કરમાં જ્યાં બોટની કેપેસીટિ કરતા પણ વધારે માણસો ભરીને લઈ જવાતા હોવાનું સામે આવવા લાગ્યું હતું. દરમિયાન લોકોના જીવને પણ જોખમ રહેતું હોય છે. જેને પગલે હવે મેરિટાઈમ બોર્ડ દ્વારા આગામી 6 જૂનથી બેટ દ્વારકા ખાતે દર્શન કરવા જવું હોય તો ટિકિટ લઈને દર્શન પર જઈ શકાય તેવો નિર્ણય કર્યો છે. જેના કારણે મુસાફરોની સંખ્યાથી લઈ તમામ વિગતો તંત્ર પાસે રહે. આ માટે બોર્ડ દ્વારા પુખ્ત વયની વ્યક્તિ માટે 20 રૂપિયા અને 3થી 12 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે 10 રૂપિયા એક તરફના ભાડા તરીકે નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ બોટમાં સવારી કરનાર યાત્રિકે પણ લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT