નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. જેની અસર પરિણામ પર જોવા મળી હતી. ત્યારે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવે રહી છે. આ દરમિયાન ચૂંટણીની તૈયાઋ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાઈ તે માટે તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
નસવાડીના કોંગ્રેસના દિગ્ગજ નેતા 4 વાર ધારાસભ્ય રહેલા ધીરુભાઈ ભીલને ભાજપમાં લઇ જવાનો તકતો ગોઠવાયો સાથે 2 હજાર કોંગ્રસના કાર્યકરો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાશે તેવું આયોજન થઈ રહ્યું છેપ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ નસવાડી ખાતે આવે તેવી શક્યતા ભાજપ ઘેલમાં આવી ગઈ છે કારણ કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રસના બચાવી રાખનાર નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરશે.
કોંગ્રેસને પડશે મોટો ફટકો
ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ ભીલ અત્યાર સુધીમાં 6 વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. 4 વાર ધારાસભ્ય રહી ચૂકેલા ધીરુભાઈ ભીલ ભાજપમાં લઇ જવા માટે ભાજપના સાંસદસભ્ય અને સંખેડા ધારાસભ્ય પ્રયત્નો કર્યા હતા. તેમાં તેઓને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. હાલ ધીરુભાઈ ભીલને ભાજપનો ખેસ પહેરાવવા માટે ભાજપના નેતાઓ એડી ચોંટીનું જોર લગાવ્યું છે સાથે કોંગ્રસના જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયત સદસ્ય સહીત કોંગ્રેસના 2 હજાર જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસનો હાથ છોડશે. આ દરમિયાન 18 મી ના રોજ કેસરપુરા ખાતે શાળાનું લોકાર્પણ કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહીત ભાજપના નેતાઓ આવે તેવી શક્યાઓ છે
ADVERTISEMENT