રાજકોટ : વિધાનસભાની ચૂંટણી પહેલા જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં ભાજપના નેતાઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. પ્રસંગ જિલ્લા કક્ષાના સહકારી ક્ષેત્રની સામાન્ય સભાનું આયોજન હતું. જેમાં સી.આર પાટીલ પણ હાજર રહ્યા હતા. રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણામાં કન્યા છાત્રાલયમાં યોજાઇ હતી.
ADVERTISEMENT
યોગ્ય વ્યક્તિને તક મળશે ઇલુ ઇલુવાળાને તક નહી મળે
જો કે આ પ્રસંગે જ્યારે સી.આર પાટીલનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે અડધી પીચે આવીને બેટિંગ શરૂ કરી હતી. પોતાના સંબોધન દરમિયાન પાટિલે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આગામી 11 ઓક્ટોબરે જામકંડોરણા આવી રહ્યા છે. મને છેલ્લા બે વર્ષથી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી છે. આ દરમિયાન અનેક સુધારાઓ આવ્યા છે. અગાઉ બધુ ઇલુ ઇલુ ચાલી રહ્યું હતું. આપણે આ બધુ બંધ કરાવી દીધું છે. ગમ્યુ હોય તો તાળી પાડો અને મેન્ડેડ સિસ્ટમ કરીને આ બધુ જ બંધ કરાવ્યું છે. હવે યોગ્ય વ્યક્તિ સાથે ન્યાય થશે ઇલુ ઇલુ વાળા બધા ખુણામાં જતા રહ્યા છે.
પુરાણોમાં એક વાત છે કે, ભગવાન મહાદેવ પાસે ભસ્માસુર નામના એક દૈત્યએ વરદાન માંગ્યું કે, હું જેના પર હાથ મુકુ તે બળીને ભસ્મ થઇ જાય. મહાદેવે તેને વરદાન આપ્યું અને તત્કાલ જ ભસ્માસુર મહાદેવ પર હાથ મુકવા માટે દોડ્યો અને તેના કારણે મહાદેવને પણ ભાગવું પડ્યું. તેથી જેણે ભસ્માસુરને ભસ્માસુર બનાવ્યો ભસ્માસુરે તેને જ મિટાવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT