ચેતજો! તમે તો નથી ખાતાને કેમિકલયુક્ત કેરી? ખૂબ જ સરળ રીતે ઓળખો

Mango Testing Tips: કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે બજારમાં અલગ-અલગ પ્રકારની કેરીઓ જોવા મળી રહી છે. લોકો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે અલગ-અલગ પ્રકારની કેરીની વેરાયટીને ખરીદવાનું પસંદ કરે છે.

Mango Testing Tips

કેરીની મોજ માણતા પહેલા આ જાણી લેજો

follow google news

Mango Testing Tips:  કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે બજારમાં અલગ-અલગ પ્રકારની કેરીઓ જોવા મળી રહી છે. લોકો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે અલગ-અલગ પ્રકારની કેરીની વેરાયટીને ખરીદવાનું પસંદ કરે છે. દરેક લોકોને કુદરતી રીતે પાકેલી કેરી ખરીદવી ગમે છે. કેરી ખરીદતી વખતે દરેક લોકોના મનમાં હંમેશા આ સવાલ હોય છે કે આ કેરી કુદરતી રીતે પાકેલી છે કે તેને કેમિકલથી પકવવામાં આવી છે? કારણ કે કેમિકલથી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્યને પણ અનેક નુકસાન થાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે કુદરતી પાકેલી કેરી અને કેમિકલથી પકવેલી કેરીને કેવી રીતે ઓળખી શકો છો. 

સામાન્ય રીતે કેરીને પકવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. કેરી પકવવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  (Food Safety and Standards Authority of India)એ આ કેમિકલના ઉપયોગ અને વેચાણ પર 2011માં સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. 

કેરીને ચેક કરવાની સરળ રીત

- કેરીને પાણી ભરેલી ડોલમાં નાખીને જાણી શકાય છે કે આ કુદરતી રીતે પાકેલી કેરી છે કે કેમિકલથી પકવેલી છે. કેમિકલ વડે પકવેલી કેરી પાણીમાં નાખવાથી ઉપર તરતી રહે છે. જ્યારે કુદરતી રીતે પાકેલી કેરીને ડોલમાં નાખવામાં આવે તો તે પાણીમાં ડૂબી જાય છે. 

- કેમિકલથી પકવેલી કેરીની ઉપર પીળા અને લીલા રંગના અલગ-અલગ ડાઘ દેખાય છે, જે એકબીજાથી બિલકુલ અલગ દેખાય છે, પરંતુ જે કેરી નેચરલ રીતે પાકેલી હોય છે જેમાં એક સમાન પીળો કલર દેખાય છે. 

- જો કેરીને કાપતી વખતે તેમાંથી રસ ટપકતો નથી, તો તેનો અર્થ એ કે તે રસાયણોથી પકવેલી કેરી છે. ઉપરાંત રસાયણોથી પકવેલી કેરી ખાવાથી મોંમાં બળતરા થઈ શકે છે. 

- જ્યારે તમે કુદરતી રીતે પાકેલી કેરીને વચ્ચેથી કાપો છો તો તેના પલ્પની વચ્ચેનો અને કિનારીનો રંગ એક સમાન હોય છે. પરંતુ જે કેરી કેમિકલથી પકાવવામાં આવે છે, તેમાં રંગ ઘાટો હોય છે અને છાલનો કલર આછો હોય છે. 

- કેમિકલથી પકવેલી કેરીની ઉપર સફેદ રંગના ડાઘ હોય છે, જ્યારે નેચરલ રીતે પાકેલી કેરીમાં ભૂરા ડાઘ  હોય છે. 


નોંધ- આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. 

    follow whatsapp