અરવલ્લી: લગ્નની સિઝન ધમધોકાર ચાલી રહી છે. ત્યારે બીજી તરફ લગ્નમાં DJ હવે એક ક્રેઝ બની ચૂક્યું છે. આ દરમિયાન અરવલ્લીના બોરખડ ગામે લગ્નમાં ડીજે વગાડવું ભારે પડ્યું છે. અરવલ્લીના બોરખડ ગામે લગ્ન પ્રસંગે આવેલ DJ સિસ્ટમમાં આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
રાજ્યમાં એક તરફ લગ્ન પ્રસંગો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને બીજી બાજુ ગરમીનું પણ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. લગ્ન સીઝનમાં હાલ DJ નો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે, અને લોકો, DJ ના તાલે ઝુમી ઉઠે છે, પરંતુ અહીં એક એવી ઘટના બની છે કે પ્રસંગમાં DJ બુક કરતાં પહેલા વિચાર કરશો. મેઘરજ તાલુકામાં બોરખડ ગામે, લગ્ન પ્રંસગમાં આવેલ DJ ગાડીમાં અચાનક આગ લાગતા, અફરા-તફરી મચી ગઈ હતી, જોકે આગ કયા કારણે લાગી હતી તે જાણી શકાયું નથી.
DJ સિસ્ટમ બળીને ખાખ થઇ
DJ માં લાગેલી આગને આજુબાજુના લોકોએ પાણી તેમજ માટીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે આગમાં DJ સિસ્ટમ બળીને ખાખ થઇ ગઈ હતી. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવ્યો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT