RAJKOT માં હાર્ટ એટેકના 450 કેસ, 108 નો ડેટા જોઇને આંખો ફાટી જશે

રાજકોટ : શહેરમાં દિવસેને દિવસે હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકના 450 કેસ નોંધાયા છે. ઇમરજન્સી…

gujarattak
follow google news

રાજકોટ : શહેરમાં દિવસેને દિવસે હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકના 450 કેસ નોંધાયા છે. ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને 450 થી વધારે કેસ નોંધાયા હતા. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવરાત્રી સમયે અર્વાચીન રાસોત્સવ થતા હશે ત્યાં હોટ સ્પોટ નક્કી કરવામાં આવશે. ઇમરજન્સી 108 માં પણ AED મશીન મુકવામાં આવશે.

કલેક્ટરે ગરબાના આયોજકો અને ડોક્ટર્સ સાથે મીટિંગનું આયોજન કર્યું

આ બાબતે રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આજે રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે ગરબા આયોજકો, આઇએમએના ડોક્ટર, રેડક્રોસના ડોક્ટર, મેડીકલ કોલેજના ડોક્ટર, સાંસદ સભ્ય સહિતના શહેરના ટોપના ડોક્ટર્સ હાજર રહ્યા હતા. ગરબા આયોજકો માટે

– સીપીઆરની તાલીમ આપેલો સ્ટાફ હોવો જરૂરી
– દરેક ગરબા સ્થળ પર એક મેડિકલ કાઉન્સીલર હોય
– એમ્બ્યુલન્સને આવવા જવા માટેની વ્યવસ્થા હોવી જોઇએ
– સીપીઆની જાગૃતી માટે વીડિયો નિદર્શન સહિતના તમામ મુદ્દાઓ પર આયોજકોને સુચના અપાઇ છે.

મીટિંગમાં 108ની ટીમના પ્રતિનિધિઓને પણ હાજર રખાયા

આ મીટિંગમાં 108 ની ટીમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સૂચના અપાઇ છે કે જ્યાં પાંચથી 10 હજાર જેટલું મોટુ ગરબાનું આયોજન હોય ત્યાં હોટસ્પોટ બાબતે ધ્યાન રાખવું. વહેલામાં વહેલી તકે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

છેલ્લા એક મહિનામાં 450 થી વધારે કેસ નોંધાયા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં અધિકારીક રીતે 450 થી વધારે કેસ નોંધાયા છે. રાજકોટમાં સામાન્ય દિવસોમાં 450 થી વધારે હાર્ટ એટેકના કેસ નોંધાઇ રહ્યા છે. તેવામાં નવરાત્રીમાં ગરબા દરમિયાન યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થઇ શકે છે. તેથી કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત 108માં પણ AED મશીન (હૃદયને ઝટકા મારીને ધબકતું રાખવાનું મશીન) ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત મેડીસીન પણ સાથે રાખવામાં આવશે.

    follow whatsapp