રાજકોટ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ દરેક પક્ષના ટોપના નેતાઓના ગુજરાતમાં ધામા વધી રહ્યા છે. પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવ્યા બાદ હવે રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રાજકોટમાં જાહેર સભા કરે તેવી શક્યતા છે. જો કે જે પણ ટોપના નેતા આવે છે તે સૌથી પહેલા સૌરાષ્ટ્ર તરફ લક્ષ્ય રાખે છે. કારણ કે સૌરાષ્ટ્રને ગુજરાતની રાજનીતિનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે.
ADVERTISEMENT
ગત્ત વિધાનસભામાં કોંગ્રેસ માટે સૌરાષ્ટ્ર ફાયદાકારક સાબિત થયું
ગત્ત વિધાનસભાના પરિણામોના આધારે બંન્ને પક્ષો સૌરાષ્ટ્રમાં મહેનત કરી રહ્યા છે. ભાજપ પોતાનો ગઢ ફરી મજબુત કરવા અને કોંગ્રેસ પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે મહેનત કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી પોતાની રાજનીતિક પેઠ બનાવવા માટે સૌરાષ્ટ્રનો ઉપયોગ કરવા માંગે છે.
સૌરાષ્ટ્રને રાજનીતિનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે
સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે બે સ્થળો પર સભા ગજવે તેવી શક્યતા છે. હાલ ગુજરાત કોંગ્રેસ સુપર એક્શન મોડમાં છે. રાહુલ ગાંધી સુરતના મહુવામાં પણ સભા સંબોધિત કરી શકે છે. જો કે હજી સુધી રાહુલ ગાંધીની સભા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.
ADVERTISEMENT