અમદાવાદ : શહેરમાં પ્રેમનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોતાના પ્રેમીના મોજશોખ પુરા કરવા પ્રેમિકાએ ખુબ જ વિચિત્ર જ કમિયો શોધી કાઢ્યો હતો. જ્યાં તે પોતાના બોયફ્રેંડ સાથે નિકળતી અને પાછળ આવી રહેલા કોઇ યુવકને ઇશારા કરીને પોતાનો મોબાઇલ નંબર આપી દેતી હતી. ત્યાર બાદ અદાઓમાં ફસાયલો યુવકને મળવા માટે બોલાવતી હતી. ત્યારે તેનો અસલી બોયફ્રેંડ પણ સાથે રહેતો અને મળવા આવેલા યુવકને ગોંધીને તેની પાસેથી પૈસા પડાવી લેતા હતા. જો કે એક યુવકની ફરિયાદના આધારે માધુપુરા પોલીસ દ્વારા યુવતીની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગાંધીનગર રહેતો યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો
ગાંધીનગરમાં રહેતો યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર અજાણી યુવતી સાથે મિત્રતા થઇ હતી. યુવતીએ નંબર આપીને બીજા જ દિવસે યુવકને મળવા માટે બોલાવી લીધો હતો. યુવક મળવા જતા યુવતીએ તેના સાથી સાથે મળીને યુવકને છરો બતાવીને તેને લૂંટી લીધો હતો. જો કે સમગ્ર મામલે યુવાને ફરિયાદ કરતા પોલીસ હરકતમાં આવી હતી. યુવતી તથા તેના બોયફ્રેંડને ઝડપી લીધા હતા.
(આરોપી યુવતી અને તેનો અસલી બોયફ્રેંડ)
બસ સ્ટેન્ડ પર બંન્ને મુલાકાત અને નંબરની આપ લે થઇ હતી
હર્ષ ઠાકોર નામનો 22 વર્ષીય યુવક દિલ્હી દરવાજામાં ઓટો સ્પેરપાર્ટ્સની દુકાનમાં નોકરી કરે છે. 11 ફેબ્રુઆરીએ સાંજે બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યારે અચાનક અજાણી યુવતી તેને મળી હતી. યુવતીએ પોતાનું નામ શીતલ જણાવ્યું હતું. ત્યાર બાદ હર્ષનો નંબર માંગ્યો હતો. બંન્ને એકબીજાને નંબર આપીને છુટા પાડ્યા હતા. બીજા દિવસે સાંજે શીતલે તેને મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટના ઘટી હતી.
યુવકે છરો કાઢીને હર્ષના ગળા પર મુક્યો અને મારી નાખવાનો ડર બતાવીને મોબાઇલ ફોન, પાકિટમાં રહેલા 500 રૂપિયા પડાવી લીધા હતા.
ADVERTISEMENT