હિતેશ સુતરિયા.અરવલ્લીઃ લગ્નમાં થતી અદાવતો લાંબો સમય ચાલતા હોય છે, અરવલ્લીના બાયડ તાલુકાના પૂજાપર ગામે બે વરઘોડા સામ સામે આવી જતા મોટી માથાકૂટ થઈ ગઈ છે. ઘટનામાં બે પક્ષો સામ સામે છૂટા હાથની મારામારી તો પથ્થરમારો પણ થવા લાગ્યો હતો. બનાવમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ પણ હવે સ્થળ પર આવી પહોંચી છે, મામલો હાલ તો શાંત નજરે પડી રહ્યો છે પરંતુ વાતાવરણમાં એક અજીબ તંગદીલીને અનુભવી શકાય છે.
ADVERTISEMENT
બંને પક્ષો વચ્ચે કેમ થઈ માથાકૂટ?
બાયડના વસાદરા ગાબટ પાસે આવેલા પૂજાપુર ગામે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. દરમિયાન લગ્ન નિમિતે ગામના જ બે વરઘોડા સાથે હતા. એક વરઘોડો જતો હતો જ્યારે બીજો વરઘોડો દીકરીના લગ્ન હોઈ જાન લઈને આવી રહ્યો હતો. દરમિયાન ડીજેને લઈને ઘર્ષણ થઈ ગયું અને મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, પથ્થરમારો, ડંડાઓ, લાકડીઓ જે હાથમાં આવ્યું તેનાથી મારામારી થઈ ગઈ હતી. આ ઘટનાના કેટલાક દ્રશ્યો સ્થાનીક વ્યક્તિઓએ પોતાના ફોનમાં કંડારી લીધા હતા. જે અહીં દર્શાવાયા છે. જોકે તેના ઓડિયોમાં અત્યંત અશોભનિય શબ્દોનો પ્રયોગ થયો હોઈ ઓડિયોમાં થોડો ફેરફાર કરીને અહીં દર્શાવ્યા છે.
કન્યાઓને સાસરિયે જતા પહેલા ચઢવું પડ્યું પોલીસ સ્ટેશનનું પગથિયુંઃ જુનાગઢમાં સમૂહ લગ્નમાં હોબાળો- Video
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
બે જુથો વચ્ચે થયેલી અથડામણમાં ઘણા લોકોને ઈજાઓ થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ પોલીસને પણ જાણકારી મળતા પોલીસ પણ સ્થળ પર મોટા બંદોબસ્ત સાથે આવી પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જતા મામલો થાળે પડી ગયો હતો પરંતુ અહીં તંગદીલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ઉનાળાનો અસલ મિજાજ મળ્યો જોવા
અરવલ્લી જિલ્લામાં ઉનાળો અસલ મિજાજ બતાવી રહ્યો છે, કાળઝાળ ગરમીમાં હિટ સ્ટ્રોકની ઘટનાઓમાં વધારો થવાની સાથે જાણે લોકોને મગજ પર ગરમી ચઢી ગઈ હોય તેમ મારામારી અને ઘર્ષણ થવાના કેસ પણ બહાર આવી રહ્યા છે. બાયડ તાલુકાના પૂજાપુર ગામમાં લગ્ન પ્રસંગમાં અગમ્ય કારણોસર જૂથ અથડામણ જેવી ઘટનામાં પથ્થરમારો થતા મહિલાઓ અને પુરુષો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે. લગ્નપ્રસંગમાં પથ્થરમારો થતા તાબડતોડ બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બાયડ તાલુકાના પુંજાપુર ગામમાં સોમવારે ગામમાં બે લગ્ન પ્રસંગ હોવાથી એક પરિવાર જાન લઇ નીકળ્યો હતો અને એક પરિવારમાં દીકરીના લગ્ન હોવાથી જાન આવતા બંને વચ્ચે ડી.જે વગાડવાના મુદ્દે બખડો સર્જાયો હતો અને સામસામે પથ્થરમારો અને લાકડીઓ અને લાકડાના ડેગા લઇ બે જૂથ સામસામે આવી જતા જૂથ અથડામણ સર્જાતા ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. પથ્થરમારામાં કેટલાક મહિલા અને પુરુષો ઈજાગ્રસ્ત થતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. બાયડ પોલીસને જાણ થતા તાબડતોડ ઘટના સ્થળે પહોંચી તંગદિલી ભર્યાં વાતાવરણ પર ઝડપથી કાબુ મેળવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ ખડકી દીધી હતી. લગ્ન પ્રસંગમાં જૂથ અથડામણમાં અંદર-અંદર સમાધાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. આ અંગે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી બાયડ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ થઇ નથી. હાલ ગામમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહેતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT