રાજકોટ: ચોરીના અવારનવાર બનાવો સામે આવે છે, જેમાં ભીડ વાળી જગ્યાએ વધુ ચોરીના બનાવો બને છે. ત્યારે રાજકોટમાં સીટી બસમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મોરબી રોડ પર રતનપરમાં સગાઈ પ્રસંગે આવેલા ગોંડલના ગુંદાસરા ગામે રહેતા શોભનાબા તેમના પરિવાર સાથે સિટી બસમાં બેસી રતનપરથી રાજકોટ આવતા હતા. આ દરમિયાન બસમાંથી રોકડ અને દાગીના ભરેલું પર્સ જેની કિંમત રૂ.1.24 લાખ થાય તે કોઈ વ્યક્તિ ચોરી જતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
રાજ્યમાં ચોરી અને લૂંટની ઘટના છાસવારે સામે આવી રહી છે. ક્યારેક પોલીસ સ્ટેશન નજીક જ ચોરી કરી અને તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે રાજકોટની સિટીબસમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ ઘટનાને લઈ ફરિયાદી શોભનાબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.16/03 ના રોજ કુટુંબમાં સગાઇ પ્રસંગ હતો. જેની પહેરામણી માટે અમે ત્યાં આવ્યા હતા અને સાંજના ત્યાંથી નીકળી રતનપર ગામના પાટીયે રોડ પર આવેલ હતા અને રાજકોટ તરફ જતી સિટી બસ માં બેસી રાજકોટ તરફ આવતા હતા. ત્યારે આ બસમાં ખુબ ભીડ હોવાને કારણે સીટો ભરાઇ ગયેલ હોય અમો પાછળના ભાગે ઉભા હતા. બેડી માર્કેટીંગ યાર્ડ પાસે આવતા ખબર પડી કે મારી પાસે રહેલ મારું પર્સ કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી લઇ ગયું.
90,000 રોકડા પણ ચોરાયા
ફરિયાદીના જણાવ્યા મુજબ ચોરાયેલ પર્સમાં એક જોડી સોનાની બુટી જેનું વજન આશરે અડધા તોલાની જેની કિં. 15,000, સોનાનો ટીકો જેનું વજન આશરે અડધા તોલાનો જેની કિં રૂ.15,000, કાનમાં પહેરવાના દાણા નંગ-2 જેની રૂ.1000 ચાંદીનું કડુ 100 ગ્રામ જેની કિં.3000 અને રોકડા રૂ.90,000 જે તમામ વસ્તુ મારા પર્સમાં હતી.
આ પણ વાંચો: Kheda: લ્યો બોલો… ભૂમાફિયાઓએ આખા ગામનો દસ્તાવેજ કરી નાખ્યો? જાણો શું છે મામલો
નોંધાઈ પોલીસ ફરિયાદ
સમગ્ર ઘટના મોરબી રોડ પર રતનપરમાં સગાઈ પ્રસંગે આવેલા ગોંડલના ગુંદાસરા ગામે રહેતા શોભનાબા ઘનશ્યામસિંહ સોલંકી (ઉ.વ.45) તેમના પરિવાર સાથે સિટી બસમાં બેસી રતનપરથી રાજકોટ આવતા હતા ત્યારે બસમાંથી રોકડ અને દાગીના ભરેલું પર્સ જેની કિંમત રૂ.1.24 લાખ હતી. ત્યારે આ ચોરીની ઘટનાને લઈ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT