મોરબી હોનારત: બાર એસોસિએશન દ્વારા મૌન રેલી યોજાઈ, CMએ અમદાવાદમાં શ્રદ્ધાંજલિ પાઠવી

મોરબી: શહેરમાં ઐતિહાસિક ઝુલતો બ્રિજ તૂટવાની ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોની દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા આજે બાર એસોસિએશન દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.…

gujarattak
follow google news

મોરબી: શહેરમાં ઐતિહાસિક ઝુલતો બ્રિજ તૂટવાની ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોની દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા આજે બાર એસોસિએશન દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ચ કચેરીથી લઈને ઝુલતા પુલ સાથે આ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ દુર્ઘટનામાં પકડાયેલા કોઈપણ આરોપીનો કેસ તેઓ લડશે નહીં.

આરોપીઓના કેસ નહીં લડે વકીલો
આ અંગે બાર એસોસિએશનના પ્રમુખ જીતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આજે મોરીબી કોર્ટમાંથી નીકલી પુલ પર આવી બનાવ સ્થળ પર આવી મોરબી બાર એસોસિએશનના તમામ એડવોકેટ હાજરી આપી અને મૃતકોની આત્માને શાંતિ આપવા પ્રાર્થના કરે છે. આ દુઃખ બનાવામાં જે કોઈ આરોપીઓ પકડાયેલા છે તેનો કેસ મોરબીના કોઈ એડવોકેટ લેવાના નથી તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.

CMએ અમદાવાદમાં પ્રાર્થના સભામાં હાજરી આપી
નોંધનીય છે કે, મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેવામાં આજે 2 નવેમ્બરના દિવસે રાજ્યવ્યાપી શોક જાહેર કરી દેવાયો છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટાઉનહોલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનો સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

(વિથ ઈનપુટ: રાજેશ આંબલિયા)

 

    follow whatsapp